Site icon Revoi.in

સંસદના બંને ગૃહમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી

Social Share

દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની મઘુલીકા રાવત સહિત 13 મહાનુભાવોના નિધન થયાં હતા. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદ સમક્ષ દુર્ઘટના અંગે માહિતી આપી હતી અને દેશ વતી શ્રદ્ધાજંલી આપી હતી. લોકસભામાં સભ્યોએ મૌન પાળીને નિધન પામેલા ભારત માતાના સપુતોને શ્રદ્ધાંજલી આપી હતી.

સંસદમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, બપોરના 12.15 કલાકે હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું. તે પહેલા જ 12.08 કલાકે હેલિકોપ્ટર ઉપરનો પાયલોટે કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જે બાદ આગ લાગી હતી. આ બનાવને પગલે સ્થાનિકો પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી કરીને ઈજાગ્રસ્તોને મિલેટરી હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 14 પૈકી 13ના નિધન થયાં હતા. આ દૂર્ઘટનામાં પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની, તેમના સલાહકાર સહિત 13 વ્યક્તિઓના નિધન થયાં હતા. તેમના પાર્થિવદેહને ઈન્ડિયન એરફોર્સ પ્લેનમાં સાંજે દિલ્હી લાવવામાં આવશે. આ દૂર્ઘટનામાં વરૂણસિંહને ઈજા થઈ હતી. તેમની હાલ સારવાર ચાલી રહી છે. તેઓ વેન્ટીલેટર ઉપર છે. આ બનાવને પગલે એરફોર્સના ચીફ વી.આર. ચૌધરી ઘટના સ્થળ પર દોડી ગયા હતા. તેમણે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. સમગ્ર ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. બિપીન રાવતના પુરા માનસન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંસદના બંને ગૃહમાં આ દુર્ઘટનાને પગલે મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.