Site icon Revoi.in

ઘરમાં જ પડેલી વસ્તુઓથી ત્વચાની સુંદરતામાં આ રીતે કરો વધારો

Social Share

યુવતીઓ અને મહિલાઓ સુંદરતા વધારવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. પરંતુ મેકઅપનો વધારે ઉપયોગ આપની ત્વચાને નુકશાન કરી શકે છે. શું આપ જાણો છે કે, ઘરમાં રાખેલી કેટલીક ખાસ વસ્તુઓ આપની ત્વચાને વધારે સંદર બનાવી શકે છે આયુર્વેદ અનુસાર આપ ઘરમાં જ કેટલાક ઘરેલુ ઉપાયોથી ત્વચાની તમામ સમસ્યાથી છુટકારો મેળવી શકશો. આ ઉપાયોની સૌથી મહત્વની વાત એ છે કે, આ ટીપ્સનો ઉપયોગ કરવા માટે આપને ક્યાંય બહાર જવાની જરૂર નથી. ઘરના ફ્રિજમાં રાખેલી વસ્તુઓથી સુંદરતામાં વધારો કરી શકો છે.

ગ્લોઈંગ સ્કીન માટે ફ્રિજમાં રાખેલા ટામેલાનો ઉપયોગ કરી શકો છો. ટામેટામાં એન્ટીઓક્સિડેન્ટની માત્રા વધારે હોય છે. જે આપના ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે. ટામેટાને નેચરલ એક્સફોલિએટર માનવામાં આવે છે. તેમાં ફ્લાવોનોઈડડ ડેડ સેલ્સ અને બ્લેક હેડ્સને હટાવવામાં મદદ કરે છે. આ ત્વચાને મુલાયમ બનાવવામાં અને ટેક્સચરને સારુ બનાવવામાં મદદ કરે છે. આપ ટામેટાને વચ્ચેથી કાપીને બંને ટુકડાને હાથમાં લઈને ચહેરા ઉપર ગોળાઈમાં ઘસો અને 10 મિનિટ સુધી રહેવા દો.

ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે ફ્રીજમાં રાખેલા લીંબૂનો પણ ઉપયોગ કરી શકો છે. લીંબુમાં એન્ટીઓક્સિડેન્ટ અને એસ્કોર્વિક એસિચ ભરપૂર માત્રામાં હોય છે. જે ચહેરાને નેચરલ ગ્લો આપે છે. આ તમારી ત્વચા ઉપરના બ્લેકહેડ્સને પણ દૂર કરશે. લીંબુના રસને કોટનની મદદથી ચહેરા ઉપર લગાવો અને થોડા સમય બાદ ચહેરો ધોઈ લો.

આપ ઘરમાં પડેલા દૂધની મલાઈનો પણ ઉપયોગ ગ્લોઈન ત્વચા મેળવવા કરી શકો છો. મલાઈમાં ચપટી હડદળ અને ગુલાબ જળ મિસાવીને ચહેરા ઉપર લગાવો, પછી ચહેરાને નવસેકા પાણીથી ધોઈ લો. થોડા દિવસ આવી રીતે કરવાથી આપની ત્વચાનો અલગ જ ગ્લો દેખાશે.

એલોવેરાનો ઉપયોગ આપની સ્કિનને ફાયદામંદ છે. આ એલોવેરા જેલ ચહેરા ઉપરના કાળા ડાઘને દુર કરે છે. એલોવેરામાં વિટામીન એ,સી અને ઈ વધુ માત્રામાં હોય છે. જે ચહેરાને ગ્લોઈંગ બનાવે છે.

ગ્લોઈંગ ત્વચા માટે મધ ફાયદા કારક છે. મધમાં જે તત્વો હોય છે તે ખીલને દુર રાખે છે.  ઉપરાંત ત્વચાના સેલને હીલ કરવામાં વધારે મદદ કરે છે.