Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની બસ ઉપર હાઈટેન્શન વાયર પડતા સર્જાઈ દૂર્ઘટના, 10ના મોતની આશંકા

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. મરહદ વિસ્તારમાં મઉમાં જાનૈયાઓને લઈને પસાર થતી બસ ઉપર હાઈટેંશન વાયર પડ્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. હાઈટેંશન વાયર પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં દસ વ્યક્તિઓના મોત થયાં હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તેમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરંટને પગલે બસમાં સવાર લોકોને બહાર નીકળવામાં પણ ભારે હાલાકીનો કારમો કરવો પડ્યો હતો. બસમાં લગભગ 38 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં કરંટનો પ્રવાસ રોકાડા લોકો બહાર નીકળ્યાં હતા. આ દૂર્ઘટનામાં અનેક લોકો દાઝી ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર મરહદ વિસ્તારમાં 400 મીટરની નજીક હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવ્યા બાદ બસમાં આગ લાગી હતી. આ બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો અને ભારે પથ્થરમારો કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દૂર્ઘટનાગ્રસ્ત બસને હટાવવામાં આવી છે અને આ દૂર્ઘટના કેવી રીતે ઘટી તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કેટલાકો લોકોના મૃત્યુ થયા છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને રૂ. 50-50 હજારની સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો. તેમજ ઈજાગ્રસ્તોને મુફ્તમાં સારવાર આપવામાં આવશે. સીએમ યોગીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્તોની સારવાર માટે વ્યવસ્થા કરશે. જાનૈયાઓને લઈને બસ મઉથી કોપા તરફ જઈ રહી છે. બસ કાચા માર્ગ ઉપરથી પસાર થતી હતી. આ દરમિયાન હાઈટેન્શનના તારના સંપર્કમાં આવી હતી. જે બાદ ભીષણ આગ લાગી હતી. આગને પગલે સંપૂર્ણ બસ બળીને રાખ થઈ ગઈ હતી. આ બનાવમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.