Site icon Revoi.in

શ્રીલંકામાં છ મહિનામાં સૌથી વધારે ભારતીય પ્રવાસીઓ ઉમટ્યાં

Social Share

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ આર્થિક મુશ્કેલીમાં ફસાયેલુ શ્રીલંકા હવે ધીમે-ધીમે આર્થિક કટોકટીમાંથી બહાર આવી રહ્યું છે. તેમજ હવે વિદેશી પ્રવાસીઓ પણ આવી રહ્યાં છે. જેથી સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળી રહી છે. શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં શ્રીલંકાની મુલાકાત લેતા પ્રવાસીઓમાં ભારતીયોનો હિસ્સો સૌથી વધુ હતો. શ્રીલંકા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર જૂન મહિનામાં 26,000થી વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી. આનાથી શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રમાં સુધારો થયો છે. આ વર્ષના જૂનના અંત સુધીમાં શ્રીલંકામાં ભારતના પ્રવાસીઓની સંખ્યા લગભગ એક લાખ સોળ હજાર હતી જ્યારે કુલ છ લાખ ચોવીસ હજાર વિદેશી પ્રવાસીઓ શ્રીલંકામાં આવ્યા હતા.

2019ના ઇસ્ટર હુમલા, કોવિડ રોગચાળો અને લોકડાઉન જેવી અનેક ઘટનાઓ બાદ શ્રીલંકાના પર્યટન ક્ષેત્ર પર માઠી અસર પડી હતી.ખરાબ તરફ વળ્યો હતો. આ પછી શ્રીલંકા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સિવાય શ્રીલંકાએ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રામાયણ સાથે સંબંધિત 50 સ્થળોની ઓળખ કરી છે. આ દરમિયાન, ભારત અને શ્રીલંકા વેપાર પ્રવૃત્તિઓ માટે રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે. આર્થિક કટોકટીમાં ફસાયેલા શ્રીલંકાની મદદે સૌ પ્રથમ ભારત આવ્યું હતું. તેમજ જરુરી ચીજવસ્તુઓ પુરી પાડી હતી. એટલું જ નહીં કોવિડ દરમિયાન ભારતે શ્રીલંકાને ફ્રીમાં કોવિડ-19ની વેક્સિન પણ આપી હતી. શ્રીલંકાને વિસ્તારવાદી ચીને વિકાસના નામે મોટી-મોટી રકમ આપીને લોનની જાળમાં ફસાવ્યું હતું. જેથી શ્રીલંકામાં આર્થિક કટોકટી ઉભી થયાનું મનાઈ રહ્યું છે.