Site icon Revoi.in

ઉત્તરાખંડની એક જેલમાં HIV નો રાફળો ફાટ્યો , 1 મહિલા સહીતના 45 કેદીઓ પોઝિટિવ મળી આવ્યા

Social Share

લખનૌઃ- એક તરફ દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે તો બીજી તરફ  ઉત્તરાખંડમ પ્રદેશની એક જેલના દર્દીઓમાં એચઆઈવી હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે એક મહિલા સહીત 45 કેદીો એચઆઈવી પોઢિટિવ મળી આવતા તંત્રમાં હડકંપ મચવા પામ્યો છે.

ઉત્તરાખંડની હલ્દવાની જેલમાં 45 કેદીઓ એચઆઈપી  પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. સુશીલા તિવારી હોસ્પિટલના એઆરટી સેન્ટરના ઈન્ચાર્જ ડૉ. પરમજીત સિંહે જણાવ્યું કે હલ્દવાની જેલમાં 44 કેદીઓ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે અને એક મહિલા કેદી પણ એચઆઈવી પોઝીટીવ મળી આવી છે.

મળતી જાણકારી પ્રમાણે   જેલમાં એચઆઈવી પોઝીટીવ કેદીઓની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. કેદીઓની સારવાર વિશે માહિતી આપતાં ડૉક્ટરે કહ્યું કે  એચઆઈવીના દર્દીઓ માટે એક એઆરટી (એન્ટિરેટ્રોવાયરલ થેરાપી) સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવે છે, મારી ટીમ જેલમાં કેદીઓની સતત તપાસ કરી રહી છે.

આ સહીત જે  કોઈપણ કેદી કે જે એચઆઈવીથી સંક્રમિત છે તેને નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO)ના માર્ગદર્શિકાના આધારે મફત સારવાર અને દવાઓ આપવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ જેલના ઘણા કેદીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા છે.આ સાથે જ હવે સમયે સમયે દરેક કેદીઓની તપાસ પણ કરવામાં આવી રહી છે જેથઈ એચઆઈવી પોઝિટિવ કેદીઓની ઓળખ થઈ શકે અને તેઓને સારવાર આપી શકાય.