Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના આસામના પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં લેશે ભાગ

Social Share

દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ પર અડધી રાત્રે ગૌહાટી પહોંચ્યાં હતા. ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત માટે આસામના મુખ્યમંત્રી સબર્નિંદ સોનોવાલ જાતે એરપોર્ટ પર પહોંચ્યા હતા. શાહ બે દિવસ સુધી એટલે કે 26 અને 27 ડિસેમ્બરના રોજ ગૌહાટી અને ઇમ્ફાલમાં રહેશે. આ ઉપરાંત એક મેડિકલ કોલેજનો શિલાન્યાસ પણ કરશે. 27મી ડિસેમ્બરના રોજ અમિત શાહ ઇમ્ફાલ પોલીસ હેડક્વાર્ટરના નિમર્ણિ કાર્યક્રમમાં ભાગ લેશે. ગૃહમંત્રી આસામના 8,000 નામધર વૈષ્ણવ સંતોને નાણાકીય સહાયનું પણ વિતરણ કરશે. આસામમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને આસામના ભાજપના નેતો સાથે ચર્ચા પણ કરે તેવી શકયતા છે.

ગૃહમંત્રી અમિત શાહ પોતાના પ્રવાસના પ્રથમ દિવસે મહાપુરુષ શ્રીમંત શંકરદેવના જન્મસ્થળના વિકાસ કાર્યક્રમની શરૂઆત કરાવશે. આ સાથે જ ગૃહમંત્રી ગૌહાટી મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. આગામી થોડા મહિનામાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ આસામમાં એનડીએના ક્ષેત્રિય દળો સાથે પણ મુલાકાત કરશે. ગૃહમંત્રી આસામ ગણ પરિષદ, યૂનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરેશન અને ગણશક્તિના નેતાઓ સાથે મુલાકાત કરશે. ભારતના ઉત્તર પૂર્વ રાજ્યોની મુલાકાતે નીકળેલા શાહ મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહ સાથે મુલાકાત કરવાના હતા. જોકે, કોરોના પોઝિટિવ હોવાને કારણે સીએમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.