Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકી હુમલા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની 3 દિવસીય મુલાકાતે જશે  

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓની ઘટનામાં વધઝારો થયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને કેન્દ્ર દ્વારા આતંક સામે અનેક પ્રકારની રણનિતી બનાવવામાં આવી રહી છે,છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ -કાશ્મીરમાં વધેલા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખીણની મુલાકાત લેવાના છે.

દેશના ગૃહમંત્રી અમિત શાહ 23 થી 25 ઓક્ટોબર સુધી જમ્મુ -કાશ્મીરમાં  જ રહેશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી શાહની ત્રણ દિવસની મુલાકાત કેન્દ્રના મોટા કાર્યક્રમની બીજી આવૃત્તિનો જ મહત્વનો ભાગ છે જે આ વર્ષે 8 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી, જેના હેઠળ 70 કેન્દ્રીય મંત્રીઓ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી.

સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અમિત શાહ અહીં ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે, જેમાં સુરક્ષા, વિકાસ પ્રોજેક્ટ્સ, મેગા આઉટરીચ પ્રોગ્રામ વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારનો પ્રથમ મેગા આઉટરીચ કાર્યક્રમ ગયા વર્ષે 18-24 જાન્યુઆરી દરમિયાન થયો હતો જેમાં 36 કેન્દ્રીય મંત્રીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અને કલમ 370 અને 35 એ નાબૂદ થયા બાદ વિકાસની સમીક્ષા કરવાનો છે.

જમ્મુ -કાશ્મીરમાં કલમ 370 અસરહિન થયા બાદ અમિત શાહની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. ગૃહમંત્રીની આ મુલાકાત વિવિધ કેન્દ્રીય યોજનાઓ વિશે લોકોને જાણ કરવા તેમજ જમીન પરથી પ્રતિસાદ મેળવવા માટે બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કલમ 370 નાબૂદ થયા બાદ અત્યાર સુધી ઘણા મંત્રીઓ અહીંની જનતા સુધી પહોંચ્યા છે.અને જનતા સાથે સંવાદ પણ કર્યો છે, પરિસ્થિતિનો તોત મેળવીને સેનાઓના જવાનો સાથે પણ વાતચીત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘાટી પહોંચ્યા બાદ અમિત શાહ અહીંના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ખાસ મુલાકાત કરનાર છે.આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે અને વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.