Site icon Revoi.in

પરીક્ષાના સમયમાં બાળકોને તણાવથી દૂર અને સલામત કેવી રીતે રાખવા? જાણી લો

Social Share

પરીક્ષાના સમયમાં બાળકોને આજકાલ તણાવ આવી જતો હોય છે. બાળકોને પરીક્ષાઓનું અલગ જ ટેન્શન અને પ્રેશર હોય છે. બાળકોને પરીક્ષાના સમયમાં તણાવ આવે તેનાથી તેમના પરિણામ પર મોટી અસર જોવા મળતી હોય છે. આવામાં માતા પિતા દ્વારા કેટલાક એવા પગલા લેવામાં આવવા જોઈએ જેના કારણે બાળકોને તણાવથી દૂર રાખી શકાય અને પરિણામ પણ તેમનું સુધરી શકે.

સૌથી પહેલા તો બાળકોને બદામવાળું દુધ આપવું જોઈએ. બદામને મગજને ઉત્તેજન આપતા મહત્વપૂર્ણ પોષક તત્વોનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. નિષ્ણાતો યાદશક્તિને તેજ કરવા માટે બદામનું સેવન કરવાની પણ સલાહ આપે છે. જો તમારું બાળક વારંવાર યાદ રહેતી વસ્તુઓ ભૂલી જાય છે અને તે તણાવમાં પણ રહે છે તો તેને રોજ બદામનું દૂધ પીવડાવો. તેના એન્ટીઓક્સીડેન્ટ મગજને તેજ બનાવવાનું કામ કરે છે. તેમજ તેનું સેવન કરવાથી બાળકનો તણાવ દૂર થશે અને તે હળવાશ અનુભવશે.

આ ઉપરાંત સ્ટ્રોબેરી અને બ્લુબેરી સ્મૂધીનો ઉપયોગ કરવો જોઈએ. આ બંનેમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો યોગ્ય માત્રામાં ઉપલબ્ધ છે. તેને બાળકના આહારનો ભાગ બનાવી શકો છો અને તેને દરરોજ પીવા માટે આપી શકો છો. ખાસ વાત એ છે કે તે હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે. તેનું સેવન કરવાથી તમારું બાળક તાજગી અનુભવશે અને શરીરની ઘણી સમસ્યાઓ પણ દૂર થશે. નિષ્ણાતોના મતે આ બંનેમાંથી બનેલી સ્મૂધી પીવાથી બાળકનું મગજ પણ તેજ થશે.

ઉલ્લેખનીય છે કે બાળકોને ક્યારેક અન્ય કારણોસર પણ તણાવ આવી જતો હોય છે. પરંતુ જ્યારે પણ બાળકને વધારે તણાવ આવ્યો હોય તેમ લાગે તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.