Site icon Revoi.in

ઋતિક-દીપિકાની ફિલ્મ ‘ફાઈટર’ તુફાન બની, એડવાંન્સ બુકિંગમાં જ કરોડોની કમાણી

Social Share

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફિલ્મના ટ્રેલર અને પોસ્ટર રિલીઝ થયા પછીથી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એવામાં આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જેના કારણે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી ‘ફાઈટર’માં પહેલી વાર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ઓનસ્ક્રિન રોમાન્ટિક કેમેસ્ટ્રી જોવા મળશે. આ જોડીને મોટા પડદા પર જોવા માટે ચાહકો ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મના પહેલા દિવસ માટે જોરદાર એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે.
‘ફાઈટર’એ અત્યાર સુધી એડવાન્સ બુકિંગમાં 3.67 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મના પહેલા દિવસ માટે અત્યાર સુધી કુલ 1,13,487 ટિકીટ બુક થઈ ગઈ છે. જ્યારે ‘ફાઈટર’ના 2ડી વર્ઝન માટે 45,226 ટિકીટ વેચાઈ છે. તેમજ 3ડી વર્ઝન માટે 60,693 ટિકીટ વેચાઈ છે. ઈમર્સિવ આઈમેક્સ 3ડી અનુભવ માટે 5997 ટિકીટ વેચાઈ છે. આવી જ રીતે 4ડીએક્સ 3ડી ની 1571 ટિકીટ વેચાઈ છે.
‘ફાઈટર’ના ગીતો અને ટ્રેઈલરને અત્યાર સુધી સારો પ્રતિસાદ મળ્યો છે. અને ચાહકો રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મમાં કેટલાક દ્રશ્યોમાં ફેરફાર કરવા કહ્યું છે, અને તેને યૂ/એ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ફિલ્મનો રન ટાઈમ 166 મિનિટનો હશે. આ ફિલ્મ 250 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.