Site icon Revoi.in

દહેજનું દુષણઃ દહેજમાં આપેલો 5 લાખનો ચેક બાઉન્સ થતા પ્રોફેસર પતિએ પત્નીની કરી હત્યા

Social Share

દિલ્હીઃ દહેજમાં મલેલો રૂ. 5 લાખનો ચેક પરત થતા ગુસ્સે થયેલા પતિએ પત્નીની ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. પત્નીની હત્યા કરનારો આરોપી પતિ દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. દિલ્હીની બુરાડી વિસ્તારમાં પત્નીની હત્યા કરનારા  પ્રોફેસર પતિ અને તેના ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આસિસ્ટન્ટ પ્રોફેસરને દહેજમાં મળેલો ચેક બાઉન્સ થયો હતો. જેથી ગુસ્સે થયેલા પતિએ તેની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. પતિ વિરેન્દ્ર, પત્ની પિંકી અને વૃદ્ધ માતા-પિતા સાથે રહેતો હતો અને લગભગ 9 મહિના પહેલા જ પિંકી સાથે લગ્ન થયાં હતા. આરોપીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, લગ્ન બાદ પત્ની સાથે બનતું ન હતું અને બંને વચ્ચે ઝઘડા થતા હતા. વિરેન્દ્ર અને તેના પિતરાઈભાઈ રાકેશએ પિંકીની હત્યા કરી હતી.

હત્યા બાદ રાજેશ પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થયો હતો અને હત્યાની કબુલાત કરી હતી. જેથી પોલીસ આ હત્યા માટે રાકેશને મુખ્ય સુત્રધાર માનતી હતી. પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા હત્યામાં વિરન્દ્ર અને ભત્રીજા ગોવિંદની સંડોવણી સામે આવી હતી. એટલું જ નહીં બનાવના 15 દિવસ પહેલા જ હત્યાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. આ હત્યાને અંજામ આપ્યા બાદ રાજેશ પોલીસ સમક્ષ સરેન્ડર કરી લેવાનું નક્કી કર્યું હતું. જેથી રાકેશ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. જ્યારે વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન વિરેન્દ્ર રાખશે તેવુ નક્કી કરાયું હતું.

Exit mobile version