Site icon Revoi.in

શા માટે બાફેલા શાકભાજી ખાવા જોઈએ, જાણીલો વેઈટલોસથી લઈને બીજા અનેક ફાયદાઓ

Social Share

શાકભાજી અનેક ગુણો પોષક તત્વોથી ભરપુર હોઈ છે તે વાત આપણે સૌ કોઈ જાણતા છે, જો કે શાકભાજી આપણા તેલ મસાલા નાખીને શાક બનાવીને ખાતા હોઈએ છે પરતું શું તમે જાણો છો દરેક પ્રકારના શાકભાજીને માત્ર બાફીને ખાવાથઈ આપણા આરોગ્યને અનહદ ફાયદાઓ થાય છે, ખાસ કરીને પાચન શક્તિ મજબૂત બનવાથી લઈને સ્કિન સારી રહે છે, એસીટિટીની સમસ્યામાં રાહત થાય છે આ સાથે જ અનેક વિટામિન્સ પુરતા પ્રમાણમાં આપણા બોડીને મળી રહે છે, તો ચાલો જાણીએ બાફેલા શાકભાજી ખાવાથી બીજા કયા કયા ફાયદાઓ થાય છે.

બીટઃ- બીટને બાફીને ખાવાથી ખૂબજ ફાયદો થાય છે, આ રીતે બાફેલા બીટનું સેવન શરીરમાં લોહીની ઊણપને ઘટાડો છે અને ભરપુર માત્રામાં લોહી વધારવાનું કાર્યય કરે છે.

બીન્સઃ- ફણસી જેને આપણે કહીએ છે તે બીન્સમાં ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, ફોલેટ્સ, ફોટો ન્યૂટ્રિએન્ટ્સ, વિટામિન અને અન્ય પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. લીલા બીન્સ ખાવાથી ગેસ થાય છે પરંતુ જો તેને બાફીને ખાવામાં આવે તો તેમાંથી ગેસ મૂક્ત થઈ જાય છે જે આરોગ્યને નુકશાન કરતું નથી.

દૂધી – સામાન્ય રીતે દૂદી ખાવાથઈ પેટમાં ગેસ બને છે જો કે તેનું બાફીને સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે, તેના પોષક તત્વો જળવાઈ રહે છે આ સાથે જ વાળ મજબૂત બને છે અને પાચનક્રિયા પણ સુધરે છે.

પાલક – પાલકની ભાજી અનેક ગુણોથી ભરપુર હોય છે તેના જ્યૂસનું સેવન કરવાથી વજન ઉતારવામાં મોટી મગદદ મળી રહેછે, પાલકને બાફઈને પણ જ્યૂસ બનાવી શકાય છે,આયર્નની સાથે પ્રોટીન-કાર્બોહાઈડ્રેટ, ફેટ, ફાઈબર તેમજ ખનિજ તત્વોથી ભરપૂર પાલક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

બટાકા – જો બટાકાને બાફીને પછી ખાવામાં આવે તો તે ગેસ ઓછો કરે છે,બટેટામાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે શરીરમાં ચરબી વધવાનું જોખમ વધે છે. તેથી જ્યારે પણ તમે બટેટા ખાવ તો તેને પહેલા બાફી લો તેનાથી ચરબી થવાની શક્યતાઓ ઘટી જાય છે.

કોઈ પણ શાકભાજીને બાફીને ખાવાથઈ વજન ઉતારવામાં મોટી મદદ મળી રહે છે, જો તમે ડાયટ ફોલો કરી રહ્યા છો તો તમારે તમારા ભોજનમાં રોચલી સાથે પણ મિક્સ સબજીને બાફીને તનું સેવન કરવું જોઈએ, જેમાં તેલ મસાલા ન હોવાથઈ તે તમને ચરબી બર્ન કરવામાં મોટી મદદ કરે છે આ સાથે જ પેટ ભર્યાનો અહેસાસ પણ થાય છે જેથી ભૂખ પણ મટે છે.