Site icon Revoi.in

હૈદરાબાદઃ હોસ્પિટલના નબળા ઈન્ફ્રાસ્ટ્રકચર મામલે તબીબોએ નોંધાવ્યો અનોખી રીતે વિરોધ

Social Share

દિલ્હીઃ દક્ષિણ ભારતના હૈદરાબાદમાં આવેલી જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં ત્વચારોગ વિભાગમાં કામ જુનિયર તબીબ ઉપર પંખો પડ્યો હતો. જેથી તબીબોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન જુનિયર તબીબોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને રેલી યોજી હતી. તબીબોએ હેલમેટ પહેરીને કામ કરતા જોવા મળ્યાં હતા. OGHની જૂની ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે અને આ ઈમારતને તોડી પાડવા અંગે હાલમાં તેલંગાણા હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

તેલંગાણા જુનિયર ડૉક્ટર્સ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, આવ ઘટનાઓ ડૉક્ટરોની કાર્ય નીતિ અને મનોબળને અસર કરે છે. અમે ડરથી કામ કરી શકતા નથી. દર્દીઓ ગભરાટમાં છે. આજે છે, કાલે કંઈ પણ થઈ શકે છે. ફરિયાદમાં TJUDA એ જનરલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને કહ્યું હતું કે, ‘તમે પહેલાથી જ OGH ખાતે ત્વચારોગ વિજ્ઞાન વિભાગમાં બનેલી ઘટનાથી વાકેફ છો, અમે તમને જણાવવા માંગીએ છીએ કે આવી ઘટનાઓ બની છે. હોસ્પિટલમાં રોજેરોજની સ્થિતિ આવી બની છે. અમે નથી ઈચ્છતા કે કોઈ મોટી ઘટના બને, જ્યારે તે થશે ત્યારે સત્તાવાળાઓ પાસે કોઈ જવાબ નહીં હોય. કૃપા કરીને પહેલા આ મુદ્દા પર ધ્યાન આપો.

જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન કહે છે કે, તેઓ કોઈ ફેરફારની અપેક્ષા રાખતા નથી, કારણ કે અગાઉની ફરિયાદોમાં કોઈ મોટી કાર્યવાહી જોવા મળી નથી. OGHની જૂની ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે અને આ ઈમારતને તોડી પાડવા અંગે હાલમાં તેલંગાણા હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.