Site icon Revoi.in

જો મોદી PM ન હોત, તો અયોધ્યામાં રામમંદિર બની શકત નહીં: કૉંગ્રેસના નેતા

Social Share

અયોધ્યા: રામનગરીમાં રામલલાના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા કોંગ્રેસના નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. તેમણે એ પણ કહ્યુ છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ન હોત, તો રામમંદિર નબી શકત નહીં. તેમણે રામમંદિર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે. કોંગ્રેસના આ નેતા બીજા કોઈ નહીં, પણ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પહેલા જ રામલલા વિગ્રહ પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સામેલ નહીં થવાના મામલે કોંગ્રેસના નેતૃત્વની ટીકા કરી ચુક્યા છે.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં પીએમ મોદીના વખાણ કરતા કહ્યુ છે કે તેમના કારણે જ આ શુભ દિવસ આવ્યો છે. કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યુ છે કે મંદિર નિર્માણનો નિર્ણય અદાલતના ચુકાદાથી થયો છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. ભગવાન શ્રીરામજન્મભૂમિ પર મંદિર નિર્માણ શરૂ થયું. હવે પ્રાણ પ્રતિષ્ઠા છે. આ વાત ઠીક છે કે મંદિરનું નિર્માણ અદાલતના ચુકાદાથી થયું, પરંતુ જો મોદી દેસના વડાપ્રધાન ન હતો, જો તેમના સ્થાને કોઈ અન્ય પીએમ હોત તો આ નિર્ણય ન હોત, આ મંદિર બની શકત નહીં. હું રામમંદિર નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠાના આ શુભદિવસનો શ્રેય નરેન્દ્ર મોદીને આપવા માંગુ છું.

કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે સરકારો આવી, કેટલી સરકારો આવી, કેટલા વડાપ્રધાન આવ્યા. વિશ્વ હિંદુ પરિષદ, આરએસએસ, બજરંગદળ, સંત-મહાત્માઓના મોટા બલિદાન છે. મોટો લાંબો સંઘર્ષ છે, પરંતુ જો મોદી દેશના વડાપ્રધાન ન હોત, તો મંદિરનું નિર્માણ થઈ શકત નહીં.

રામમંદિર મુદ્દા પર કોંગ્રેસના વલણથી અલગ નિવેદન આપનારા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યુ છે કે રામના નામ પર માથું કપાવવા માટે તૈયાર છીએ. તેમણે એક ટેલિવિઝન કાર્યક્રમમાં કહ્યુ છે કે ભગવાન રામના નામ પર હું મારું માથું કપાવવા તૈયાર છું, બરખાસ્તગી તો શું ચીજ છે અને ભગવાન રામના નામ પર જો મારું બલિદાન થાય છે, તો આનાથી મોટું મારા માટે બીજું ક્યું સૌભાગ્ય હોઈ શકે છે. સવાલ રાજનીતિનો નથી, સરકારોનો નથી. સરકારો આવશે અને જશે, સત્તા આવશે અને જશે, પાર્ટીઓ બનશે અને બગડશે. પરંતુ રામ હંમેશા હતા, છે અને રહેશે. મને કોઈ કોઈપણ પાર્ટીમાંથી હાંકી કાઢી શકે છે. પરંતુ જનતાના દિલમાંથી નહીં. જે રામના નથી તે કોઈ કામના નથી.