Site icon Revoi.in

‘સત્ય બોલવુ બળવો હોય તો અમે બળવાખોર છીએ’, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નુપુર શર્માને સમર્થન

Social Share

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ પૈગમ્બર મહંમદ ઉપર કરેલી ટીપ્પણીથી વિવાદ સર્જાયો છે. મુસ્લિમ આગેવાનો, મુસ્લિમ સંગઠનો અને દુનિયાના મુસ્લિમ દેશોએ નુપુર શર્માના નિવેદનની ટીકા કરી હતી. બીજી તરફ ભાજપ દ્વારા પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, હવે અનેક લોકો નૂપુર શર્માના સમર્થનમાં બહાર આવી રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા મુસ્લિમ નેતાએ, પાકિસ્તાન મૂળના મુસ્લિમ પત્રકાર, શિવસેનાના મહિલા સાંસદ બાદ હવે ભાજપના ફાયરબ્રાન્ડ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નુપુર શર્માને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો સત્ય બોલવુ બગાવત છે તો સમજી લો કે અમે બાગી છીએ.

સુત્રોના જણાવ્યા અનુસાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સત્ય બોલવુ જો બગાવત છે તો સમજો અમે પણ બાગી છીએ, જય સનાતન, જય હિન્દુત્વ… તેમણે કહ્યું કે, મુસ્લિમોને સત્ય બતાવવામાં આવતા આટલી તકલીફ કેમ થાય છે. કમલેશ ત્રિવારીએ જે નિવેદન આપ્યું તે બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, હું સાચુ બોલુ છું એટલે બદનામ છું, પરંતુ જ્ઞાનવાપી એક શિવ મંદિર હોવાનું સત્ય હતું છે અને રહેશે. મુસ્લિમો તેને ફુવારો બતાવીને સનાતન મૂળનું અપમાન કરે છે, એટલે અમે સત્ય બતાવીશું. અમારી હકીકત આપ બતાવી દો અમે તેને સ્વીકારી લઈશું, પરંતુ તમારી હકીકત અમે બતાવીએ છીએ તો કેમ તકલીફ થાય છે, વિધર્મીઓએ ભારતનો ઇતિહાસ ગંદો કર્યો છે. આ ભારત છે અને તે હિન્દુઓનું છે, અહીં સનાતન જીવતો રહેશે અને તેને જીવતો રાખવાની જવાબદારી અમારી છે, જેને અમે નિભાવીશું. માનવીય હિત માટે સનાતની પોતાના ધર્મને સ્થાપિત કરે છે.