Site icon Revoi.in

એસટીના કર્મચારીઓના 10મી મે સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. દર વખતે પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન મળે છે, પણ પ્રશ્નો ઉકેલાતા નથી. છ માસ અગાઉ રાજયના એસ.ટી.નિગમના 40 હજાર કર્મચારીઓએ ત્રણે યુનિયનોની સંકલન સમિતિનાં આદેશ અનુસાર ડ્રાઈવર-કંડકટરોનાં ગ્રેડ-પે,  મોંઘવારી,  એરીયર્સ અને પગાર સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજયવ્યાપી ધરણા-સૂત્રોચ્ચાર અને હડતાલનાં ઉગ્ર કાર્યક્રમો આપ્યા  હતાં.એસ.ટી.કર્મચારીઓની આ હડતાલ જે-તે સમયે ત્રણ દિવસ સુધી આવી હતી. સરકારે તમામ પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપી હતી. તે વાતને  6 મહિનાનો સમય વીતિ ગયો છે. છતે હજુ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી આથી એસટીના કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો 10મી મે સુધીમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તા કર્મચારીઓ ઉગ્ર આંદોલન કરશે. એસટી નિગમના એમડીને પણ જાણ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઘણા વખતથી  ઉકેલ આવતો નથી. છ માસ અગાઉ રાજયના એસ.ટી.નિગમના 40 હજાર કર્મચારીઓએ ત્રણે યુનિયનોની સંકલન સમિતિનાં આદેશ અનુસાર ડ્રાઈવર-કંડકટરોનાં ગ્રેડ-પે,  મોંઘવારી,  એરીયર્સ અને પગાર સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજયવ્યાપી ધરણા-સૂત્રોચ્ચાર અને હડતાલનાં ઉગ્ર કાર્યક્રમો આપ્યા  હતાં.એસ.ટી.કર્મચારીઓની આ હડતાલ જે-તે સમયે ત્રણ દિવસ સુધી આવી હતી. સરકારે તમામ પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપી હતી. તે વાતને  6 મહિનાનો સમય વીતિ ગયો છે. છતે હજુ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી  છ માસ અગાઉ સરકારે એસ.ટી.નાં 40 હજાર ડ્રાઈવર-કંડકટરો સહિતનાં કર્મચારીઓને રૂ।.1900 ગ્રેડ-પે 11 ટકા મોંઘવારી, રજાનો પગાર તથા પાંચ એરીયર્સ ટુંકમાં જ ચૂકવી દેવા લેખીતમાં ખાતરી આપી હતી. સરકારની આ ખાતરીને આજે છ-માસ કરતા વધુ સમય વિતી જવા છતા સરકારે આજ સુધી તેનાં વચનનું પાલન કર્યુ નથી અને ગ્રેડ-પે મોંઘવારી,એરીયર્સ કે, રજાનાં પગારનાં ચૂકવણી કર્યા નથી.આથી, એસ.ટી.નાં 40 હજાર કર્મચારીઓમાં ફરી રોષ સાથે અસંતોષની લાગણી જન્મી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ મામલે તાજેતરમાં એસ.ટી.ની સંકલન સમિતિની એક અગત્યની બેઠક અમદાવાદ ખાતે, ત્રણે યુનિયનનાં હોદેદારોની હાજરીમાં મળી હતી. આ બેઠકમાં એવો નિર્ણય કરાયો હતો કે આગામી તા.10 મે સુધીમાં સરકાર અને એસ.ટી.નાં ઉચ્ચ સતાવાળાઓ યોગ્ય નિર્ણય નહી કરે તો ફરી ઉગ્ર આંદોલનને પુન જીવીત કરાશે.એસ.ટી.સંકલન સમિતિનાં હોદ્દેદારોનાં જણાવ્યાં મુજબ સમિતિએ એસ.ટી.નાં એમ.ડી.ને નોટીસ પાઠવી દીધી છે. અને તા.10મે સુધીમાં પ્રશ્ન હલ ન થાય તો ફરી આંદોલન છેડવાની ચેતવણી અપાઈ છે.