Site icon Revoi.in

શિયાળામાં જો આ શાકભાજી ખાવામાં આવે તો શરીર રહે છે તંદુરસ્ત

Social Share

શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા માટેના અનેક પ્રકાર છે પરંતુ કેટલાક પ્રકારની તકેદારી રાખવામાં ન આવતા પુરતા પ્રમાણમાં શરીર તંદુરસ્ત રહેતું નથી. આવામાં જે લોકો પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માગતા હોય છે તે લોકો માટે આ પ્રકારની માહિતી ખાસ મહત્વની છે.

જાણકારી અનુસાર આમળાનું સેવન શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ, વાળ અને ત્વચાને વધારવા માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ અથાણાં અને મુરબ્બો બનાવવા માટે થાય છે. આ સાથે શક્કરિયા ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક છે. શક્કરિયામાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. શક્કરિયા ખાવાથી લોહી વધે છે, શરીર પણ જાડું થાય છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો હાયસિન્થ બીન્સ જે ગુજરાતમાં ઝાલર પાપડીથી ઓળખાય છે. શિયાળા દરમિયાન હાયસિન્થ બીન્સ લોકો ખાય છે. ઝાલર પાપડીમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. અને પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.

Exit mobile version