Site icon Revoi.in

બનાસકાંઠા જિલ્લામાં બાગાયત યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મુકાયું

iKhedut Portal 2.0 launched for horticulture schemes in Banaskantha district

iKhedut Portal 2.0 launched for horticulture schemes in Banaskantha district

Social Share

પાલનપુર, 21 મે, 2026: બનાસકાંઠા જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2026-27 દરમિયાન બાગાયત ખાતાની વિવિધ નવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂતો તા. 20 મે 2026 થી તા. 19 જૂન 2026 સુધી ઓ નલાઈન અરજી કરી શકશે. તેમજ મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેન્ડ) યોજના માટે પણ આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર તા. 20 મે 2026 થી તા. 08 જૂન 2026 સુધી અરજી પ્રક્રિયા ચાલુ રહેશે.

આ યોજનાઓમાં બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, ફળપાકોમાં ફિલ્ડ કવર દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ તથા રાઈઝોમેટીક પાકો (આદુ-હળદર)ને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમનો સમાવેશ થાય છે. બહુસ્તરીય ફળપાક યોજના હેઠળ અતિઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી એકથી વધુ ફળપાકોનું વાવેતર કરવાનું રહેશે, જેમાં ઓછામાં ઓછા 500 તથા વધુમાં વધુ 2600 રોપા/કલમોના વાવેતર પર સહાય મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના પીએમ અને ગૃહમંત્રી અંગેના અપમાનજનક શબ્દોને ગુજરાત ભાજપે વખોડ્યા: જુઓ Video

ખેડૂતોએ અને લાભાર્થીઓએ નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર પ્રથમ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ કાઢી પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પાલનપુર, બનાસકાંઠા ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. આ માહિતી નાયબ બાગાયત નિયામકશ્રી, પાલનપુર દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદીમાં આપવામાં આવી છે.

Exit mobile version