Site icon Revoi.in

એલોપેથિ વિવાદઃ-આઈએમએ એ પીએમ મોદીને પત્ર લખીને ડોક્ટરોની સુરક્ષાને લઈને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી બાબા રામદેવેને લઈને વિવાદ ચાલી રહ્યો છે,  એલોપેથિ દવાઓને લઈને આપેલા વિવાદીત નિવેદનથી અનેક ડોક્ટર સંગઠનોમાં રોષ જોવા મળે છે, ડોક્ટરો કોરોનાકાળમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવામાં લાગ્યા છે તો બીજી તરફ બાબા રામદેવનું આ પ્રકારનું નિવેદન ડોક્ટરો માટે અપમાન જનક સાબિત થાય છે, ત્યારે હવે આ મામલે આઈએએ એ પીએમ મોદીને પત્ક લખીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

આઈએમએ એ પીએમ મોદીને વિતાલે દિવસને સોમવારના રોજ લખેલા પતચ્રમાં જણાવ્યું છે કે,ડોકટરોને સલામત વાતાવરણમાં કામ કરવાની અને તેમને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે, જેથી ડોક્ટરો કોઈ પણ પ્રકારના ભય વગર પોતાનું કામ કરી શકે. પત્રમાં આઇએમએએ કોવિડ મહામારી દરમિયાન તેમના જીવનની પરવાહ વગર કામ કરનારા ડોકટરો સામેના આક્ષેપોનો ઉલ્લેખ કર્યો છે અને પીએમ મોદીને આ અંગે કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

 

આઇએમએએ પત્રના આરંભમાં જણાવ્યું છે કે,આ મહામારી દરમિયાન દેશભરમાંથી લગભગ 513 ડોકટરોએ દર્દીઓની સેવા કરવામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તેથી હવે ડોકટરોને સલામત વાતાવરણ આપવું જોઈએ અને ડોકટરોની સલામતી ધ્યાનમાં લેવી જોઈએ, જેથી ડોકટરો ઉપર ફરીથી દોષારોપણ ન થઈ શકે.

 

આઈએમએ પત્રમાં કહ્યું છે કે ખોટા નિવેદનોને કારણે લોકો ડોકટરો પરનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. રસીકરણ અંગે ગેરસમજો અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જેનાથી લોકો પર ખરાબ અસર પડે તે વાત ચોક્કસ છે.ડોકટરો પર આરોપ મૂકવો તે અન્યાયી છે કે જેમણે તેમના જીવનની સંભાળ લીધા વિના કોરોના વાયરસની શરૂઆત સાથે જ દર્દીઓની દેખભાળમાં લાગ્યા છે.