Site icon Revoi.in

PM મોદીની અપીલની અસર, MP હાઈકોર્ટના જસ્ટિસ સાયકલ લઈને કોર્ટ પહોંચ્યાં

Social Share

ભોપાલ, 13 મે 2026: મધ્યપ્રદેશના જલબપુરમાં પીએમ મોદીની અપીલની મોટી અસર જોવા મળી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ડી.ડી.બંસલ સાયકલ ચલાવીને હાઈકોર્ટ પહોંચ્યાં હતા. પેટ્રોલ-ડિઝલની બચતનો સંદેશ આપતા તેમણે સિવિલ લાઈન્સથી પચપેઠી સ્થિત સરકારી આવાસથી એમપી હાઈકોર્ટ સુધી લગભગ 3 કિમી સાયકલ હંકારી હતી. સંકટના સમયમાં પીએમ મોદીની અપીલ બાદ ન્યાયમૂર્તિ બંસલ પહેલીવાર સાયકલ લઈને કોર્ટ પહોંચ્યાં હતા. પીએમ મોદીની અપીલનો હવાલો આપતા તેમણે કહ્યું હતું કે, સામાન્ય લોકોએ પણ ઓઈલની બચત કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ.

કોર્ટ કર્મચારીએ પણ બેગ, ટીફીની અને અન્ય જરૂરી સામાન લઈને ન્યાયમૂર્તિ બંસલ સાથે સાયકલ હંકારી હતી. તેમણે મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ સચદેવાની પ્રેરણાથી સાઈકલ ચલાવી હોવાનું જણાવ્યું હતું, ન્યાયમૂર્તિ બંસલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી સાયકલ ચલાવીને ઓઈલની બચત કરવી જોઈએ. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હોવાથી સાયકલ ઉપર ના ફરવુ જોઈએ તેવી વિચારસરણી ખોટી છે.

મિડલ ઈસ્ટમાં સંકટને જોતા પીએમ મોદીએ દેશવાસીઓને ઓઈલ બચાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલની ખતપમાં ઘટાડો કરવો જોઈએ અને વર્ક ફ્રોમ કરવુ જોઈએ. બિનજરુરી વિદેશ પ્રવાસથી બચવુ જોઈએ. તેમજ એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવા માટે નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. પીએમ મોદી પણ પોતાની અપીલ ઉપર અમલ કરી રહ્યાં છે. તેમણે સરકારી કાફલામાં કાપ કર્યો છે. પીએમ મોદીએ ગુજરાત અને અસમ પ્રવાસમાં આનો અમલ શરૂ કરી દીધો હતો.

નરેન્દ્ર મોદીની અપીલને પગલે ઉત્તરપ્રદેશ, દિલ્હી અને મધ્યપ્રદેશમાં પણ કેટલાક મહત્વાના નિર્ણય લેવાયા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ અંગે પગલા લેવામાં આવ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ પણ પોતાના કાફલાને લઈને મહત્વના નિર્ણય લીધા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની વિદેશ યાત્રા રદ કરી છે.

આ પણ વાંચોઃ નીટ-યુજી પેપરલીક મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, એનટીએને હટાવીની માંગણી

Exit mobile version