Site icon Revoi.in

કોરોનાનું સંક્રમણ અટકાવવા કોર્પોરેશનોના કમિશનરોને અપાઈ મહત્વની સત્તા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. બીજી તરફ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કમિશનરોને કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુને લઈને આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કર્ફ્યુ અંગે કોર ગ્રુપની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર ગ્રુપની બેઠક યોજાશે. કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેની ગંભીરતા રાખીને મ્યુનિસિપલ કમિશનરો યોગ્ય નિર્ણય લઈ શકશે. તેમજ જરૂરી પગલા પગલા ભરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.

સુરતમાં સ્કૂલોમાં કોરોના કેસ સામે આવ્યા છે. 37 વિદ્યાર્થી-શિક્ષકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં યુ.કે અને આફ્રિકન સ્ટ્રેઇનના કેસ જોવા મળી રહ્યા છે. એક દિવસમાં 2200થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકોનું ટેસ્ટિંગ કરાયું હતું. અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના સંક્રમણ વધ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસો 200ને પાર પહોંચ્યા છે. પ્રથમવાર શહેરમાં 530 કેસો એક્ટિવ છે. 24 ડિસે.બાદ એક જ દિવસમાં 205 કેસ નોંધાયા હતા. વધુ 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યાં છે.