Site icon Revoi.in

પાકિસ્તાનમાં મધરાત બાદ તૂટી ઈમરાનની સરકાર, ઈમરાનને દેશ છોડવાની મનાઈ

Social Share

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાનખાનની સરકાર બચી જશે કે તૂટી જશે તેની છેલ્લા કેટલાય દિવસથી ગડમથલ ચાલતી હતી. પોતાની સત્તા ટકાવી રાખવા માટે ઈમરાને છેક સુધાના પ્રયાસો કર્યા હતા, આખરે સંસદમાં પોતે હારી જશે તેમ લાગતા ઈમરાની પાર્ટી વોટિંગથી અળગી રહી હતી.શનિવારે મધરાતે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. ભારે રાજકીય ડ્રામા બાદ શનિવારની મધરાત બાદ લગભગ 1 વાગ્યે વોટિંગ થયું હતું ઈમરાનની પાર્ટીએ વોટિંગનો બહિષ્કાર કર્યો હતો. સંસદમાં ઈમરાનની વિરુદ્ધ કુલ 174 વોટ પડ્યા. બહુમતી માટે 172 વોટ જરૂરી હતી વોટિંગ અગાઉ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપી દીધું હતું. વિપક્ષે PML-Nના અયાઝ સાદિકને નવા સ્પીકર તરીકે ચૂંટ્યા. તેમણે જ વોટિંગ કરાવ્યું હતું. આમ આખરે ઈમરાનની સરકાર તૂટી હતી.  વિપક્ષના નેતા શહબાઝ શરીફે કહ્યું કે દેશ માટે આ નવી સવાર છે. જનતાની દુઆ કબૂલ થઈ છે.

પાકિસ્તાનમાં ઈમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા જ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામા આપી દીધા હતા વિપક્ષે PMLNના અયાઝ સાદિકને નવા સ્પીકર તરીકે પસંદ કર્યા છે. ઈમરાનની પાર્ટીના તમામ સાંસદ ગૃહની બહાર નીકળી ગયા હતા. ઈમરાનના મંત્રી ફવાદ ચૌધરીએ માર્શલ લૉની ધમકી આપી હતી. જિયો ન્યૂઝ’ ના જણાવ્યા મુજબ સ્પીકર અસદ કૈસરે વિપક્ષના નેતાઓને સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ ઈમરાન વિરૂદ્ધ વોટિંગ નહીં કરાવે, કેમકે તેઓની ખાન સાથે 30 વર્ષ જૂની મિત્રતા છે અને તેઓ ઈમરાનના આ રીતે અપમાનિત થતા ન જોઈ શકે. આ વચ્ચે ઈમરાને વધારાની સુરક્ષા માગી હતી. દરમિયાન ઝરદારી સ્પષ્ટ કહ્યું હતું કે, દરેક સાથે વાત કરવા માટે તૈયાર ફક્ત ઈમરાન સાથે વાત નહીં થાય. જો સ્પીકરે વોટિંગ ન કરાવ્યું તો તેમના વિરૂદ્ધ આર્ટિકલ 6 અંતર્ગત કાર્યવાહી થશે. આ આર્ટિકલનો અર્થ છે તેમને બંધારણ, સુપ્રીમ કોર્ટ અને દાયિત્વની અવગણના કરી છે. જે અંતર્ગત તેમને સંસદ માટે અયોગ્ય ગણાવવામાં આવતા 6 મહિનાની સજા થઈ શકે છે.

શનિવારે મધરાત બાદ ઈમરાનની સરકાર તૂટતા જ પાકિસ્તાનના તમામ એરપોર્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે. કોઈ પણ શખસ NOC વગર દેશ નહીં છોડી શકે. એરપોર્ટ પર સેના તહેનાત કરવામાં આવી છે. એવિએશન ડિપાર્ટમેન્ટના DG પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. માનવામાં આવે છે કે વોટિંગ ન કરાવવાને કારણે સ્પીકર કે ડેપ્યુટી સ્પીકરની ધરપકડ થઈ શકે છે. આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની રૂલિંગ અંતર્ગત થશે. જે માટે આર્ટિકલ 6નો ઉપયોગ કરાશે.