Site icon Revoi.in

‘સલાર’ના નિર્માતાઓને મોટો ફટકો, પ્રભાસની ફિલ્મ રિલીઝના થોડા કલાકોમાં ઓનલાઈન લીક થઈ

Social Share

મુંબઈઃ પ્રભાસ સ્ટારર ‘સલાર’ થિયેટરોમાં આજે રિલીજ થઈ છે. ફિલ્મ માટે દર્શકોની દિવાનગી જોઈને બને છે. ‘સલાર’ એ બંપર એડવાન્સ બુકિંગ કર્યું હતુ, ત્યા રિલીજ સાથે જ થિયેટરોમાં દર્શકોથી ખચાખચ ભરેલા જોવા મળે છે. ‘સલાર’ને મળી રહેલા દર્શકોના શાનદાર રિસ્પોંસની વચ્ચે નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં પ્રભાસની આ ફિલ્મ રિલીઝના થોડા જ કલાકોમાં ઓન લાઈન લીક થયું છે, અવામાં તેની કમાઈ પર અસર પડવાની પૂરી સંભાવના છે.

પ્રભાસની ‘સલાર’નો દર્શકો પર જાદુ છવાઈ ગયો છે રિલીઝના પહેલા દિવસે આ ક્રાઈમ થ્રિલરને જોવા માટે થિયેટરોમાં ભારે ભીડ નજરે પડી હતી. ઘણા થિયેટરોમાં દર્શકોની લાંબી- લાંબી લાઈનો જોવા મળી હતી. ‘સલાર’ ને મળી રહેલા શાનદાર રિસ્પોન્સને લઈ નિર્માતાઓ ખુશ થઈ રહ્યા હતા, દરમિયાન તેમને એક મોટો ઝાટકો આપવા વાળી ખબર આવી છે. હકીકતમાં બોલીવુડ લાઈફના રિપોર્ટ મુજબ ‘સલાર’ પાઈરેટેડ સાઈટ જેવી કે ટેલીગ્રામ, તમિલરોકર્સ, મુવીરુલજ, તમિલએમવી, ફિલ્મીજિલ્લા, ઈબોમ્મા જેવી ટોરેંટ વેબસાઈટો પર ફુલ એચડીમાં ફ્રી માં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. ફિલ્મ ઓનલાઈન લીક થવાથી ફિલ્મની કમાઈ પર પ્રભાવ પડી શકે છે અને નિર્માતાઓને કરોડોનું નુકશાન થઈ શકે છે.

‘સલાર’ રિલીઝ થતા જ દર્શકોના દિલ જીતી લીધા છે, અને આ આવતા જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મને ભારતીયોંનો સારો રિસ્પોંન્સ મળી રહ્યોં છે, અને લોકો ‘સલાર’ સાથે પ્રભાસની એક્ટિંગની પણ પ્રશંશા કરી રહ્યાં છે.