Site icon Revoi.in

પાકિસ્તાનની લીગ ક્રિકેટમાં વિચિત્ર ઘટના, અપીલ વિના જ એમ્પાયરે આઉટ આપ્યો

Social Share

નવી દિલ્હીઃ એશિયા સહિત સમગ્ર દુનિયામાં ક્રિકેટની લોકપ્રિયતામાં વધારો થયો છે. ભારત ઉપરાંત પાકિસ્તાનમાં ક્રિકેટ લોકો ખુબ પસંદ કરે છે. દુનિયામાં કંઈ નથી થતું તે માત્ર પાકિસ્તાનમાં જ થાય છે. દરમિયાન પાકિસ્તાનમાં સિંધ પ્રીમિયલ લીગમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. ટૂર્નામેન્ટની એક મેચમાં અમ્પાયરે બોલરની કોઈપણ અપીલ વિના બેટ્સમેનને આઉટ કરી દીધો હતો. જેથી બેસ્ટમેનની સાથે કોમેન્ટ્રી કરનાર પણ ચોંકી ઉઠ્યાં હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈને લોકો કોમેન્ટ કરી રહ્યાં છે.

ક્રિકેટના નિયમોની વાત કરીએ તો જ્યાં સુધી મેદાન પર હાજર અમ્પાયર બેટ્સમેનને આઉટ ન આપી શકે ત્યાં સુધી ફિલ્ડિંગ ટીમે વિકેટ માટે અપીલ ન કરવી જોઈતી હતી, પરંતુ સિંઘ પ્રીમિયમ લીકની એક મેચમાં કંઈક અલગ જ જોવા મળ્યું, જ્યારે અમ્પાયરે વિકેટ માટે અપીલ કરી હોવા છતા આઉટ આપવા માટે આંગળી ઉંચી કરી હતી. સિંધ પ્રીમિયર લીગની આ રસપ્રદ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બોલર બોલ ફેંકે છે અને બોલ બેટ્સમેનના પેડ પર અથડાય છે. બોલ વાગ્યા પછી થોડો અવાજ આવે છે, પરંતુ એવું લાગે છે કે બોલ LBW માટે લેગ સાઇડ તરફ જઈ રહ્યો છે અને તે આઉટ નહીં થાય.

બોલને લેગ સાઇડમાં જતો જોઈને બોલર પણ એવી જ પ્રતિક્રિયા આપે છે જે બેટ્સમેન ચૂકી જાય છે અને તે તેના માથા પર હાથ મૂકે છે. બોલર અથવા ફિલ્ડિંગ ટીમ તરફથી આ બોલ પર કોઈ પણ પ્રકારની અપીલ કરવામાં આવતી નથી, પરંતુ બોલરની પાછળ કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. બોલરની પાછળ ઉભેલા અમ્પાયરે કોઈપણ અપીલ વિના આઉટ માટે આંગળી ઉંચી કરી હતી, જેને જોઈને બધા ચોંકી જાય છે. વિકેટ બાદ આઉટ થનાર ખેલાડીની પ્રતિક્રિયા એકદમ વિચિત્ર હોય છે. બેસ્ટમેન પણ વિચારમાં પડી જાય છે અને અને હસવા લાગે છે.