Site icon Revoi.in

ઈઝરાયલે હમાસ ઉપરાંત હવે હિઝબુલ્લાહ સામે મોરચો ખોલ્યો, એન્ટી ટેન્ક મિશાઈલથી કર્યો હુમલો

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલની સેનાએ આતંકવાદનો ખાતમો બોલાવવાની પ્રતિજ્ઞા લઈને ગાઝા પટ્ટી ઉપર હમાસના ઠેકાણાઓને સતત નિશાન બનાવામાં આવી રહ્યાં છે. બીજી તરફ માનવતા વિરોધી હમાસને સમર્થન કરતુ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ હવે ઈઝરાયલ બોર્ડર ઉપર કાંકરિચાળો કરી રહ્યું છે. જેથી હવે ઈઝરાયલે હમાસની સાથે હિઝબુલ્લાહ સામે પણ મોરચો ખોલ્યો છે. તેમજ પડોસી દેશ લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાનો નિશાન બનાવવાની શરુઆત કરી છે.

એક રિપોર્ટ અનુસાર ઈઝરાયલની સેનાએ દક્ષિણી લેબનાનમાં બે ગામમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવમાં આવ્યાં હતા. એન્ટી ટેન્ક મિશાઈલથી ઈઝરાયલ દ્વારા હુમલા કરવામાં આવ્યાં હતા. દરમિયાન ગાઝા પટ્ટી ઉપર સતત હુમલાને પગલે ઈઝરાયલને ઈરાન સતત હિઝબુલ્લાહની ધમકી આપતું આવ્યું છે. બીજી તરફ અમેરિકાએ પણ આતંકવાદી સંગઠન હમાસને આડકતરી રીતે સમર્થન કરનાર ઈરાન સામે નારાજગી વ્યક્ત કરીને કેટલાક પ્રતિબંધ ફરમાવ્યાં છે. પેલિસ્તાન મીડિયા રિપોર્ટ અનુસાર દક્ષિણ ગાઝામાં ઈઝરાયલ દ્વારા ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હવાઈ હુમલામાં 13 જેટલા નાગરિકોના મૃત્યુ થયાં છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ શાંત પડવાને બદલે ધીમે-ધીમે વધારે ભયાનક બની રહ્યું છે. યુદ્ધને પગલે ઈરાન સહિતના કેટલાક ઈસ્લામિ દેશો ઈઝરાયલ સામે ગંભીર આક્ષેપ કરી રહ્યાં છે. બીજી તરફ હમાસના આતંકવાદી હુમલાનો વિરોધ કરીને ભારત અને અમેરિકા સહિતના અનેક દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓ કરેલા હુમલામાં 1402 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. જ્યારે 4475 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે. જ્યારે ગાઝામાં અત્યાર સુધીમાં 3488 જેટલા વ્યક્તિઓના મૃત્યું થયાં છે. જ્યારે 12 હજાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત વેસ્ટ બેંકમાં 65 વ્યક્તોના મોત થયાં છે. તેમજ 1300 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે. લેબનાનમાં યુદ્ધને પગલે 21 વ્યક્તિઓના મોત થયાં છે.