Site icon Revoi.in

અમદાવાદ APMCમાં માત્ર શાકભાજી નહીં પણ ફળોના ભાવમાં પણ વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તાપમાન વધવાની સાથે જ લીલા શાકભાજીની આવક ઘટતાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે, આ ઉપરાંત હવે ફળોના ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદની APMC  ફ્રુટ માર્કેટમાં લીલી દ્રાક્ષ, પાકી કેરી, મોસંબી, પપૈયા, લિચી, સીતાફળ, શક્કરટેટી વગેરે જેવા ઉનાળું ફળના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો નોંધાયો છે. સફરજન, કાળી દ્રાક્ષ, સંતરા, નાસપતી, દાડમ, ચીકુ, કેળા, શેરડી, જરદાળુ, કાચી કેરી વગેરે ફળોના ભાવમાં 10 થી 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ APMC માર્કેટમાં આવેલા ફ્રૂટ બજારમાં  ઉનાળુ ફળોના ભાવમાં વધારો નોંધાયો છે. જ્યારે અન્ય ફળોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ફળોની આવક અને માંગના આધારે ફળોના ભાવ નક્કી થતા હોય છે.  લીલી દ્રાક્ષ, પાકી કેરી, મોસંબી, પપૈયા, લિચી, સીતાફળ, શક્કરટેટી વગેરેના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે સફરજન, કાળી દ્રાક્ષ, સંતરા, નાસપતી, દાડમ, ચીકુ, કેળા, શેરડી, જરદાળુ, કાચી કેરી વગેરે ફળોના ભાવમાં 10 થી 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદના ફ્રૂટ બજારમાં શનિવારે ફળના ભાવ પ્રતિ કિલોદીઠ વાત કરીએ તો સફરજન 95 રૂપિયા, એવોકાડો 230 રૂપિયા, કાળી દ્રાક્ષ 70 રૂપિયા, આમળા 125 રૂપિયા, લીલી દ્રાક્ષ 85 રૂપિયા, ફણસ 95 રૂપિયા, પાકી કેરી 96 રૂપિયા, મોસંબી 50 રૂપિયા, સંતરા 44 રૂપિયા, પપૈયા 35 રૂપિયા, નાસપતી 108 રૂપિયા, પાઈનેપલ 45 રૂપિયા, દાડમ 105 રૂપિયા જેટલો ભાવ નોંધાયો હતો. જ્યારે ચીકુ 42 રૂપિયા, તડબૂચ 20 રૂપિયા, પાકા કેળા 43 રૂપિયા, શેરડી 23 રૂપિયા, લિચી 230 રૂપિયા, જરદાળુ 150 રૂપિયા, સીતાફળ 64 રૂપિયા, કાચી કેરી 112 રૂપિયા, શક્કરટેટી 28 રૂપિયા, સ્ટ્રોબેરી 230 રૂપિયા અને જામફળ 45 રૂપિયા જેટલો ભાવ નોંધાયો હતો.

ફળોના વેપારીઓના કહેવા મુજબ  ઉનાળું ફળોના ભાવમાં વધારો થવાનું કારણ બદલાતા હવામાનની અસર છે. કારણ કે કમોસમી વરસાદ થાય તો તેની સીધી અસર ઉનાળુ ફળ પર પડતી હોય છે. ફળોના ભાવ વાતાવરણમાં થતા ફેરફારની સાથે ટ્રાન્સપોર્ટ ચાર્જમાં થતો વધારો-ઘટાડો, ફળના પાકને જરૂરી ખાતર-પાણીમાં લાગતો ખર્ચ, ફળોનો જથ્થો અને માંગમાં થતા વધારા-ઘટાડા વગેરેને આધારે નક્કી કરવામાં આવે છે

Exit mobile version