1. Home
  2. Tag "APMC"

અમદાવાદ APMCમાં માત્ર શાકભાજી નહીં પણ ફળોના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં તાપમાન વધવાની સાથે જ લીલા શાકભાજીની આવક ઘટતાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે, આ ઉપરાંત હવે ફળોના ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદની APMC  ફ્રુટ માર્કેટમાં લીલી દ્રાક્ષ, પાકી કેરી, મોસંબી, પપૈયા, લિચી, સીતાફળ, શક્કરટેટી વગેરે જેવા ઉનાળું ફળના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો નોંધાયો છે. સફરજન, કાળી […]

ગુજરાતમાં GCMMFની જેમ તમામ APMCનું ફેડરેશન બનાવાશે, હેડ ક્વાટર્સ ગાંધીનગર રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં તમામ નાના-મોટા શહેરોમાં એપીએમસી ( એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટી) માર્કેટ યાર્ડ્સ આવેલા છે, ખેડુતો પોતાના કૃષિપાક વેચવા માટે યાર્ડમાં આવે છે. સાથે જ વેપારીઓ પણ ખરીદી માટે માર્કેટ યાર્ડ આવતા હોય છે. હાલ ખરીફ સીઝનના કૃષિ પાકની માર્કેટ યાર્ડમાં ધૂમ આવક થઈ રહી છે. ખેડુતોના હિત માટે તમામ માર્કેટ યાર્ડ્સનું એક ફેડરેશન બનાવવાની […]

અમદાવાદ એપીએમસીમાં શાકભાજીની ધૂમ આવક છતાંયે ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદઃ શકભાજીનું સારૂએવું ઉત્પાદન થતું હોવા છતાં લીલા શાકભાજીના ભાવો ઘટતા નથી. શાકભાજીના ધંધામાં મોટાભાગે વચેટિયાઓ કમાતા હોય છે. શાકભાજીના જથ્થાબંધ અને રિટેલ વેપારમાં ભાવમાં ડબલ તફાવત જોવા મળતો હોય છે. અમદાવાની APMCમાં શાકભાજીની આવક વધી છે. યાર્ડમાં મરચાનો 10 કિલોનો ઊંચો ભાવ 300 રૂપિયા જ્યારે નીચો ભાવ 100 રૂપિયા બોલાયો હતો. જ્યારે રીંગણાનો 10 […]

વિરમગામ એપીએમસીમાં કપાસની ખરીદીમાં ખેડુતોના શોષણ સામે વિરોધ કરાયો

વિરમગામઃ શહેરના માર્કેટ યાર્ડ યાને એપીએમસીમાં માત્ર વિરમગામ તાલુકાના જ નહીં પણ માંડલ, દસાડા સહિત અન્ય તાલુકાના ખેડુતો પણ પોતાની ખેતપેદાશ વેચવા માટે આવતા હોય છે. ત્યારે ઘણીવાર ખેત પેદાશના ભાવ નક્કી કરવામાં વેપારીઓ દ્વારા ખેડુતોનું શોષણ થતું હોવાની ફરીયાદો ઉઠતી હોય છે. તાજેતરમાં વિરમગામ એપીએમસી સામે કપાસ- કાલાના ઉતારામાં વેપારીઓ દ્વારા વિરમગામ ઉપરાંત માંડલ […]

વિરમગામ APMCમાં મજુરીના દરમાં ઘટાડો કરાતાં શ્રમિકોએ દિવસભર ઊભા રહીને વિરોધ કર્યો

અમદાવાદઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીમાં કર્મચારીઓથી લઈને શ્રમિકો પણ પોતાના વેતન દરમાં વધારાની આશા રાખતા હોય છે. ત્યારે વિરમગામ એપીએમસીના સત્તાધિશોએ શ્રમિકોના મજુરી દરમાં ઘટાડો કરાતા શ્રમિકોમાં અસંતોષ ઊભો થયો છે. કેટલાક શ્રમિકોએ કામથી વેગળા રહીને દિવસભર ઊભા રહીને મજુરીના દર વધારવા માટે સૂંત્રો પણ પોકાર્યા હતા. હાલ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક શરૂ […]

મહેસાણા APMC ભાજપે કબજે કરીઃ ચૂંટણીમાં ભાજપના તમામ 10 સભ્યો વિજેતા

મહેસાણાઃ જિલ્લાની ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ એપીએમસીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. મહેસાણા જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 10 બેઠકો પર 11 ફેબ્રુઆરી એટલે કે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હોત. મતદાન  બાદ આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં સત્તાધારી ભાજપનો વિજય થયો […]

મહેસાણા એપીએમસીની 11મી ફેબ્રુઆરીએ ચૂંટણી, ખેડુત બેઠકની 10 બેઠકો વચ્ચે રસાકસીભર્યો જંગ

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના મહેસાણા APMCની બેઠકો પર આગામી 11 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. APMCની ચૂંટણી બિનહરીફ કરવાના છેલ્લી ઘડી સુધીના ભાજપના પ્રયાસો નિષ્ફળ જતાં ચૂંટણીનો જંગ જામશે. મહેસાણા APMCની આ ચૂંટણી 24 વર્ષ બાદ યોજાવાની છે. કારણ કે છેલ્લા 23 વર્ષથી ચૂંટણી બિનહરીફ જાહેર થતી આવી છે. સૂત્રોના […]

વડોદરા APMCની ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ, 17મીએ ચૂંટણી યોજાશે

વડોદરા : વડોદરા APMCની ચૂંટણી આગામી 17 સપ્ટેમ્બરે યોજાશે.  જો કે વડોદરા APMCની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. શૈલેષ પટેલના સમર્થન સાથે ખેડૂત વિભાગમાં સૌથી વધુ 10 ઉમેદવારો બિનહરીફ થયા છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ પક્ષનો મેન્ડેટ આપવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ  દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછીની […]

ગુજરાતમાં 114 એપીએમસી નવા કાયદાના લીધે બંધ થશેઃ કોંગ્રેસ કિસાન સેલ

અમદાવાદઃ નવા કૃષિ કાયદાના અમલ બાદ રાજ્યની 15 એપીએમસીને તાળાં લાગી ગયા છે. અને ટૂંક સમયમાં 114 એપીએમસી બંધ થઇ જાય તેવી નોબત ઊભી થઇ છે. કૃષિ કાયદાની આડઅસર ગુજરાતની 224  એપીએમસીમાં વર્તાઇ રહી છે. આ ઉપરાંત કેટલીક  એપીએમસીની આવક સદંતર બંધ થઇ જતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં પડી રહ્યા છે. નવો કૃષિ કાયદો […]

ભૂજમાં સતત વરસાદને પગલે APMCમાં પડેલાં ખેડૂતોના માલને નુકસાન

ભૂજઃ કચ્છમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે ભૂજમાં માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં પડેલો લાકો રૂપિયાનો માલ પલળી જતાં માર્કેટ યાર્ડના સત્તાધિશો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ભૂજમાં 2 ઇંચ વરસાદ પડી જતા અનાજના હોલસેલ વેપારીઓને અને ખેડૂતો નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદની આગાહી હોવા છતાં ભુજ APMCના હોદેદારો દ્વારા માલની સલામતી માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code