Site icon Revoi.in

ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ અમદાવાદમાં યોજાશે

Social Share

અમદાવાદ: ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે યોજાશે. 24મી ડિસેમ્બર 2022ના રોજ આ વર્ષે ભારતની ઓફિશ્યિલ ઓસ્કાર એન્ટ્રી ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ (છેલ્લો શૉ) સાથે ફેસ્ટિવલની શરૂઆત થશે. 26 થી 29 ડિસેમ્બર સુધી સિલેક્ટ થયેલી વિવિધ ચિલ્ડ્રન ફિલ્મોનું  AMA ખાતે 4 થી 7 pm વચ્ચે સ્ક્રીનિંગ થશે. આ ફેસ્ટિવલમાં ઇચ્છુક પ્રેક્ષકો માટે પ્રવેશ ફ્રી છે પરંતુ AMA ખાતે નોંધણી કરાવાની રહેશે.

AICFF એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરમાંથી બાળકોના સંબંધિત વિવિધ ફિલ્મો એકસાથે આવે છે. વર્ષ 2019, 2020 અને 2021માં આ ફેસ્ટિવલમાં વિશ્વભરમાંથી લગભગ 500 થી વધુ ફિલ્મોની એન્ટ્રી મળી છે. આ વર્ષે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ, પોલેન્ડ, તુર્કી, સિંગાપોર, કેનેડા, સ્પેન, સ્લોવાકિયા, રશિયન ફેડરેશન, પોર્ટુગલ, નોર્વે, મોરોક્કો, ઇટાલી, આયર્લેન્ડ, બાંગ્લાદેશ, ચેક રિપબ્લિક, ચિલી અને આપણો પોતાનો દેશ ભારત સહિત 19 દેશોમાંથી 50 થી વધુ ચિલ્ડ્રન ફિલ્મોની એન્ટ્રી આવી છે.

બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એનિમેશન ફિલ્મ, બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ચાઈલ્ડ એક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર અને સ્પેશ્યિલ એવોર્ડ તરીકે ગોલ્ડન કાઈટ એવોર્ડ, સિલ્વર કાઈટ એવોર્ડ અને બ્રોન્ઝ કાઈટ એવોર્ડ.

દિવ્યેશ રાડિયા, પ્રેસિડેન્ટ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) કહ્યું કે, “AMA એટલે એકધારું અને સતત ચાલતું શિક્ષણ અને અમે તમામ હિતધારકોની વિવિધ તાલીમ, મંચ અને કાર્યક્રમો દ્વારા શિક્ષણની જરૂરિયાતોને સતત સમર્થન આપીએ છીએ. ફિલ્મ ફેસ્ટિવલ આવી જ એક ઇવેન્ટ છે, જ્યાં અમે યુવા પેઢીને મનોરંજન સાથે શિક્ષણ પણ મળે એનો આગ્રહ રાખીએ છીએ. AMA ખાતે આંતરરાષ્ટ્રીય ફિલ્મોનું પ્રદર્શન એક ગર્વની ક્ષણ છે અને હું ઈચ્છું છું કે અમદાવાદના તમામ નાગરિકો તેનો મહત્તમ લાભ લે.” આ વર્ષે ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની છે અને જ્યુરી મેમ્બર આરતી પટેલ અને ગિરીશ મકવાણા છે.

Exit mobile version