Site icon Revoi.in

બનાસકાંઠાના થરાદ તાલુકામાં રાસાયણિક ખાતરની અછતથી ખેડુતો પરેશાન, આંદોલનની ચીમકી

Social Share

પાલનપુરઃ  જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ઇફકો ખાતરની અછત જોવા મળી હતી. જેમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ઇફ્કો કંપની રાસાયણિક ખાતરમાં ઉત્તર ગુજરત સાથે ઓરમાયું વર્તન કરતી હોવાનો  આક્ષેપ ખેડુતો દ્વારા કરવામાં આવી રહ્યો હતા. ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરના આપતા ખેડૂતોમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ હજારો ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. ઈફકો કંપની દ્વારા પુરતા પ્રમાણમાં ખાતર નહીં આપવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણ કર્યો છે. જિલ્લામાં આ વખતે સારો વરસાદ થવાથી ખેડુતો સારા પાકની આશા રાખી રહ્યા છે. ખાસ કરીને થરાદ તાલુકામાં રાસાયણિક ખાતર માટે ખેડુતો વધુ પરેશાન થઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સબળ નેતાગીરીના અભાવે ખેડુતોના પ્રશ્નો હલ થતા ન હોવાનું ખેડુતો કહી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ઈફકો કંપની ખેડૂતો સાથે રમત રમી રહી છે. ઇફકો કંપનીએ થોડા સમય પહેલા ખાતરમાં 40 ટકા જેટલો ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બનાવી દીધી છે. જિલ્લામાં દર વર્ષે 75 હજાર ટન ઇફકો કંપનીના ખાતરની ખપત હોય છે, ત્યારે હવે કંપનીએ બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત દરેક તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર આપતી નથી. તેના લીધે ખેડૂતમાં રજળાપટ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં એક પણ ખાતરની રેન્ક આવી નથી. સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ એકબાજુ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને ભાવ વધારો કરાયા બાદ પણ પુરતો ખાતરનો જથ્થો ફાળવાતો નથી. એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહી છે. ત્યારે એકાએક રાસાયણિક ખાતરની અછત ઉભી કરતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે, ત્યારે રાસાયણિક ખાતરની અછતને લઈને હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.