Site icon Revoi.in

દિલ્હીમાં રાહુલ ગાંધી ઓટો મિકેનિકની દુકાને પહોંચ્યાં, શ્રમજીવીઓ સાથે કરી વાતચીત

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે. જેમાં કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ એક છત નીચે આવે તેવા પ્રયાસો નીતિશ કુમાર સહિતના નેતાઓ પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી પ્રજાની વચ્ચે જઈને તેમના અભિપ્રાય અને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં પ્રજાને મળલા જોરદાર પ્રતિસાદ બાદ દેશના વિવિધ રાજ્યોમાં ફરીને સામાન્ય અને ગરીબ વ્યક્તિઓને મળી રહ્યાં છે.

ભારત જોડો યાત્રા બાદથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત લોકો સુધી પહોંચી રહ્યા છે અને તેઓ દિલ્હીના કરોલ બાગમાં એક ઓટો મિકેનિકની દુકાને પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇકને કેવી રીતે ઠીક કરવી તે પણ શીખ્યા હતા. આ સાથે તેમણે જાતે સ્ક્રુડ્રાઈવર લઈને બાઇકનું રિપેરીંગ કામ પણ કર્યું હતું.

કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી કરોલ બાગના સાયકલ માર્કેટમાં પહોંચ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાના ટ્વિટર પરથી તસવીરો શેર કરી અને કહ્યું કે આ હાથ ભારત બનાવે છે. દિલ્હીના કરોલ બાગમાં મિકેનિક્સના વર્કશોપમાં પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ તેમની સાથે વાત કરી હતી. આ સાથે તેણે બાઇકને ઠીક કરવાનું પણ શીખી લીધું.વર્કશોપમાં પહોંચ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાતે જ હાથમાં સ્ક્રુડ્રાઈવર લઈને બાઇક રિપેર કરવાનું શરૂ કર્યું હતું.

Exit mobile version