રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો
નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા […]