Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 6275 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2487 કેસ,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 6275  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2487 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે પણ કોરોનાને લીધે મોત ન નિપજતા તંત્રએ હાશકોરો અનુભવ્યો હતો. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં માસ્ક ન પહેરીને ફરતા લોકો સામે દંડનીયાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 93,467 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી ગતિએ વધી રહી છે. પરંતુ  આજે રવિવારે ઓમિક્રોનનો એરપણ કેસ નોંધાયો નહતો. જ્યારે આજે અગાઉ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા 19 દર્દીઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. આજે રવિવારે રાજ્યમાં 6275  કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2487 નોંધાયા છે. જે ગઈ કાલે 2521    કેસ નોંધાયા હતા. આમ ગઈકાલ કરતા આજે 34 કેસ ઓછા નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોનાના આજે 6275  કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 2487    કેસ, સુરત શહેરમાં 1696 કેસ, વડોદરા શહેરમાં 347  કેસ, આણંદમાં 64 કેસ, કચ્છમાં 70 કેસ, રાજકોટ શહેરમાં 194   કેસ, ખેડામાં 67, કેસ  ભરૂચમાં 68 કેસ, અમદાવાદ જિલ્લામાં 32  કેસ, ગાંધીનગર શહેરમાં 153 કેસ, અને જિલ્લામાં 53, રાજકોટ જિલ્લામાં 60 કેસ, ભાવનગર શહેરમાં 98 કેસ અને જિલ્લામાં 11 કેસ, જામનગર શહેરમાં 49 કેસ, તેમજ સાબરકાંઠામાં 35, અને બનાસકાંઠામાં 13 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે કોઈનું મૃત્યુ થયુ નથી. રાજ્યના તમામ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા હતા. બોટાદમાં આજે પ્રથમવાર 2 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 236 કેસ નોંધાયા હતા જેમાં 186 દર્દીઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.