Site icon Revoi.in

ગુજરાતમાં અત્યાર સુધીમાં 95 ટકા લોકોને કોવિડ-19 રસીનો બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેતવંતુ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં ત્યાર સુધીમાં રસીના 9 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. 94.5 ટકા લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં 15થી 18 વર્ષના લગભગ 57 ટકા કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.

ગુજરાતમાં કોવિડ મહામારી સામે નિયંત્રણ મેળવવા સરકાર દ્વારા વિવિધ 14 વિષયો સમાવિષ્ટ તબીબી નિષ્ણાંતોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. રાજ્યમાં હેલ્થ સર્વીસ મેનેજમેન્ટ સેન્ટર કાર્યરત કરીને દરેક જિલ્લામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ એક્ટિવ કર્યા છે. આ વિકેન્દ્રીકરણના કારણે રાજ્ય અને જીલ્લાની વચ્ચે કોવિડ સંલ્ગન બાબતો અને આક્સમિક પરિસ્થિતિઓમાં ત્વરીત સંપર્ક સાધી શકાય છે. રાજ્યમાં કોમ્યુનીટી મેડિસીનનાં નિષ્ણાંત પ્રાધ્યાપકોની એપીડેમિક ઇન્ટેલીજન્સ યુનીટ તૈયાર કરી છે. જે વિશ્વ અને રાષ્ટ્રીય સ્તરે પેન્ડેમીકની અસરો પરનું વિશ્વેલ્ષણ કરીને રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સને કોવિડ સામેની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે માર્ગદર્શન પ્રદાન કરશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 9.42 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 18 વર્ષથી વધુની વયના 98 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 94.5 ટકા લોકોને બીજો ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે. “હર ઘર દસ્તક” અભિયાન અંતર્ગત રાજ્યના 1 કરોડ લોકોને ઘરે ઘરે જઇને રસીકરણના ડોઝ લગાવવામાં આવ્યા છે. તાજેતરમાં શરૂ થયેલા 15 થી 18 ની વય જૂથના રસીકરણમાં 57 ટકા તરૂણોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. 10 મી જાન્યુઆરી વયસ્કો, કોવિડ અને ફ્ર્ટલાઇન વર્કસ માટે આરંભાયેલા પ્રિકોશન ડોઝના અભિયાનમાં પણ મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ ડોઝ લગાવડાવ્યો છે.