Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં આગામી તા. 22થી 28 ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન પ્રદર્શન યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ નામનું અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો પર કરવામાં આવશે, વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યેની રૂચિ કેળવાય અને નવા સંશોધનોથી વિદ્યાર્થીઓ પરિચિત બને તે હેતુથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ નામનું અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો પર કરવામાં આવશે, આ વિજ્ઞાન પ્રદર્શનની એક સહયોગી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી પણ છે, જેથી અહીં આયોજનનું આયોજન કરાયું છે. આ સાયન્સ ફેરમાં રોજના 1000 વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. આ પ્રદર્શનમાં સ્કૂલ-કોલેજના તમામ વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.

આ સમગ્ર આયોજન અંગે ગુજરાત યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સના આસિસ્ટનટ પ્રોફેસર ડૉ. ઋષિકેશ જોષીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સહયોગથી જ યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં વિજ્ઞાનનું પ્રદર્શનમાં અનેક નવા સંશોધનો પ્રદર્શનમાં મુકવામાં આવશે. 22 જાન્યુઆરીમાં આ પ્રદર્શનનું લોકાર્પણ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવશે. આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન પ્રદર્શનની ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે. યુનિના સાસન્સ વિભાગના પ્રધ્યાપકો પણ વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા રસ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વિત્રાન પ્રત્યેની રૂચિ વધુ કેળવાય અને નવા સંશોધનોથી વિદ્યાર્થીઓ પરિચિત બને તે આ પ્રદર્શનનો હેતુ છે.