Site icon Revoi.in

ગુજરાતમાં મહિલાઓનું આયુષ્ય પુરુષો કરતા વધારે, આરોગ્ય સર્વેમાં થયો ખુલાસો

Social Share

 

સરકાર દ્વારા લોકોનું આયુષ્ય અને તંદુરસ્તી વધે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે કે, ગુજરાતમાં મહિલાઓ પુરુષો કરતા વધારે જીવે છે.

સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મેડિકલ ક્ષેત્રે સુધારા થતા મહિલાઓના આયુષ્યમાં સુધારો થયો છે.

આરોગ્ય વિભાગે પુરૂષનું આયુષ્ય 70.7 વર્ષનું નિયત કર્યું છે જ્યારે મહિલાનું આયુષ્ય 73.7 દર્શાવ્યું છે. એક સમય હતો જ્યારે મહિલાના આયુષ્ય કરતાં પુરૂષનું આયુષ્ય વધારે જોવા મળતું હતું, પરંતુ 14 વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે. 2006 થી 2010 સુધીના વર્ષમાં પુરૂષનું આયુષ્ય 67.2 વર્ષનું ગણવામાં આવ્યું હતું જ્યારે મહિલાનું આયુષ્ય 71 વર્ષ નોંધવામાં આવ્યું હતું. 2011 થી 2015 સુધીમાં પુરૂષના આયુષ્યમાં બે વર્ષનો અને મહિલાના આયુષ્યમાં 1.5 વર્ષનો વધારો જોવા મળ્યો હતો.

આરોગ્ય વિભાગનો દાવો છે કે એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં આરોગ્ય સેવાઓમાં 100 ટકા કવરેજ પ્રાપ્ત થાય છે.

ગુજરાતમાં 366 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 1425 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ 9063 જેટલા પેટાકેન્દ્રો આવેલા છે જે ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયેલા છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે પહેલાં પાણીજન્ય રોગ જેવાં કે ટાઇફોઇડ, કોલેરા, કમળો અને ઝાડા-ઉલ્ટીના કારણે દર્દીના મોતનો આંકડો વધતો હતો પરંતુ હવે દર્દીનું મોત થતું નથી.

વર્ષ 2020ના ઓફિસીયલ આંકડા પ્રમાણે ઝાડાઉલ્ટીના 5.14 લાખ, કમળાના 62000, ટાઇફોઇડના 9151 અને કોલેરાના માત્ર એક જોવા મળ્યા હતા જે પૈકી એકપણ દર્દીનું મોત થયું નથી.

દેવાંશી