Site icon Revoi.in

ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યુઃ 46 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોના વાયરસના કેસથી રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 46 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. કેરળમાં સૌથી વધારે 31 હજારથી વધારે કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 24 કલાક દરમિયાન 34 હજાર જેટલા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. દેશમાં હાલ રિકવરી રેટ 97.63 ટકા જેટલો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાક દરમિયાન 46 હજાર પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેમાં સૌથી વધારે કેરળમાં 31445, મહારાષ્ટ્રમાં 5031, આંઘ્રપ્રદેશમાં 1601, તમિલનાડુમાં 1573 અને કર્ણાટકમાં 12224 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જ્યારે 607 જેટલા દર્દીઓએ અંતિમ શ્વાસ લીધો હતો. કેરળમાં 215 અને મહારાષ્ટ્રમાં 216 દર્દીઓના મોત થયાં હતા. ભારતમાં સક્રીય કેસનું ભારતમાં 3.34 લાખ જેટલું થયું છે. બીજી તરફ 34159 દર્દીઓ સાજા થયા હતા. આમ અત્યાર સુધીમાં 3.18 કરોડ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ દેશનો રિકવરી રેટ 97.63 ટકા જેટલો છે. દૈનિક પોઝિટિવીટી દર 2.58% પહોંચ્યો, જે છેલ્લા 31 દિવસથી 3%થી ઓછો છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે પરિક્ષણની કામગીરી વધારે તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 51.31 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.