Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં લોકડાઉનનો ભંગ કરનારા બે યુવાનોને પોલીસે આપી અનોખી સજા

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોરોના મહામારીને પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન બે યુવાનો લોકડાઉનનો ભંગ કરીને બહાર ફરતા ઝડપાયાં હતા. જેથી બંને યુવાનોને અનોખી સજા ફરમાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બંને યુવાનોને સતત ચાર કલાક સુધી એક જ જગ્યા ઉપર બેસાડી રાખીને ઘરે રહો સલામત રહો લખાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના પગલે સંખ્યાબંધ રાજ્યોમાં લોકડાઉન કે કરફ્યૂ નાંખવામાં આવ્યો છે. તેમજ પોલીસ લોકોને કામ વગર બહાર નહીં નીકળવા માટે અપીલ કરી છે. દરમિયાન મધ્યપ્રદેશમાં લોકડાઉનનો ભંગ કરીને બહાર નીકળેલા બે યુવાનોને પોલીસે ઝડપી લીધા હતા. તેમજ બંને યુવાનોને અનોખી સજા આપી હતી. તેમને એક દુકાનના ઓટલા પર બેસાડીને સતત ચાર કલાક સુધી નોટબૂકમાં લખાવડાવ્યુ હતુ કે, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આ ચાર કલાક દરમિયાન બંને યુવકોએ આ એક જ વાકયથી 44 પેજ ભર્યા હતા. તેમજ આ સજાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. લોકોએ પોલીસે આપેલી અનોખી સજાની પ્રશંસા પણ કરી રહ્યા છે.