Site icon Revoi.in

નાસિકમાં 30 લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત મળ્યા, 28 દર્દીઓ ગ્રામીણ વિસ્તારના

Social Share

મુંબઈ:દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે.પરંતુ કેટલાક રાજ્યમાં હજુ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.કોરોના વાયરસના કેસ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો..ત્યારે મહારાષ્ટ્રમાંથી ડેલ્ટા વેરિએન્ટના કેસો સતત નોંધાઈ રહ્યા છે. નાસિકમાં શુક્રવારે 30 લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા. તેમાંથી 28 દર્દીઓ ગ્રામીણ વિસ્તારોના છે.

નાસિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સર્જન ડો.કિશોર શ્રીનિવાસને જણાવ્યું હતું કે, અમે તેમના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં જીનોમ સિક્વન્સીંગ માટે મોકલ્યા હતા અને આ લોકો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા.

જો કે ડેલ્ટા વેરિયન્ટ હાલ દુનિયાના કેટલાક દેશો માટે જોખમી બની રહ્યો છે. કોરોના વાયરસની વેક્સિનના કારણે મોતની સંખ્યામાં તો રાહત છે પણ ડેલ્ટા  વાયરસનું જોખમ વિશ્વના 40 જેટલા દેશોમાં જોવા મળ્યું છે. ભારતમાં પણ ડેલ્ટા વેરિયન્ટને જોખમ તરીકે જોવામાં આવે છે અને તેને લઈને સરકાર દ્વારા લોકોને સતર્ક અને સલામત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.

વૈજ્ઞાનિકોના મતે ડેલ્ટા વેરિયન્ટની ફેલાવવાની ઝડપ અન્ય કોરોના વાયરસના વેરિયન્ટ કરતા ત્રણ ગણી વધારે છે અને તેના કારણે વિશ્વના તમામ દેશોને ચિંતા છે તે કોરોનાવાયરસનો ડેલ્ટા વેરિયન્ટ વિશ્વમાં ત્રીજી લહેર લાવી શકે છે. અને તેને રોકવા માટે ગાઈડલાઈનનું પાલન કરવું અને સોશિયલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરવું જે એક જ રસ્તો છે.