Site icon Revoi.in

સંદેશખાલીમાં SC/ST સમાજની હિન્દુ મહિલાઓ સાથે થયેલા અત્યાચાર-શારિરીક શોષણ મામલે કલેક્ટરને આવેદન પત્ર અપાયું

Social Share

અમદાવાદઃ ‘સામાજિક સમરસતા મચં ’ દ્વારા આજે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પરિવારો અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનું મોટા પ્રમાણમાં ષડયંત્ર સામે આવ્યું છે તેને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તેની માગં કરતું આવેદન “સામાજિક સમરસતા મંચ, ગુજરાત” દ્વારા અમદાવાદના કલેકટરને આપવા આવ્યું હતું.

સંદેશખાલીમાં છેલ્લા ઘણા સમયથી સત્તાના જોરે હિન્દુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. સંદેશખાલીમાં પાર્ટી મીટિંગના બહાને પાર્ટીની ઑફિસમાં મોડી રાત્રે સ્થાનિક મહિલાઓને જોર જબરિસ્તીથી બોલાવવામાં આવતી હતી, જે મહિલા આવવા ના પાડે તેમના પરિવારને મારવાની ધમકીઓ આપવામાં આવતી હતી. મહિલાઓ પાર્ટી ઑફિસ જતી ત્યારે તેમનું શારિરીક શોષણ કરવામાં આવતું હતું, તેમની સાથે સામુહિક બળાત્કાર થતા હતા. સત્તાના જોરે ગુંડાઓએ સ્થાનિક એસસી/એસટી ગરીબોનું આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું છે.

સ્થાનિક ગુંડાઓએ સત્તાના દમ પર સંદેશખાલીના લોકોની જમીનો પણ બળજબરીથી પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. વર્ષમાં બે વખત ડાગંરનો પાક લેવાતો હતો ગુંડાઓ તે ખેતરોમાં દરિયાનું પાણી છોડીને જમીન નકામી બનાવી દેતા અને પછી હડપ કરીને તે જમીન પર મત્સ્ય ઉછેર માટે તલાવડી બનાવી દેતા હતા. સત્તાના જોર પર સંદેશખાલીના ગરીબ, વંચિત, દલિત હિન્દુઓની જમીન પડાવી લેવામાં આવી છે. 50 કરતા વધુ દિવસો થવા છતાં આરોપીઓની ધરપકડ કરવામાં થઈ રહેલો વિલંબ અને પકડાયેલા આરોપીને બચાવવામાં આવી રહ્યા છે તે નીંદનીય છે.

ઉપરોક્ત ધ્રુણાસ્પદ ઘટનાની તટસ્થ તપાસ અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવીને પીડિત હિંદુ મહિલાઓને તથા સત્તાના જોરે ગુંડાઓએ પચાવી પાડેલી ગરીબ દલિત હિન્દુઓની જમીનોના પ્રકરણને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તે માટે સામાજીક સમરસતા મંચ, ગુજરાત પ્રાતં દ્વારા અમદાવાદના કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. આ પ્રસગં સામાજિક સમરસતાના ગુજરાત પ્રાતંના સંયોજક હેમાંગભાઈ પુરોહિત , મધુકાંતભાઈ પ્રજાપતિ, ડો. સંજયભાઈ જોશી, રશેષભાઈ રાવલ, માતૃશક્તિ સમાન બહેનો અને કાર્યકર્યાઓ હાજર રહ્યાં હતા.