Site icon Revoi.in

અમદાવાદની સોલા સિવિલમાં ડૉક્ટર અને સ્ટાફ સહિત 26 કર્મચારીઓ કોરોના સંક્રમિત

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હવે સરકારી હોસ્પિટલોના તબીબો પણ કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. શહેરની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીની સાથે દર્દીની સારવાર કરતાં ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. તબીબો સહિત સોલા હોસ્પિટલના 26 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલનો 10 જેટલા નર્સિંગ સ્ટાફ સાથે કુલ 54 તેમજ સોલા સિવિલમાં વધુ 2 હોસ્પિટલ સ્ટાફ સાથે કુલ 26 લોકો સંક્રમિત થયાં હતા. આ સાથે આ બંન્ને હોસ્પિટલમાં 80 જેટલો હોસ્પિટલ સ્ટાફ સંક્રમિત થયા છે.  અસારવા સિવિલહોસ્પિટલમાં  વધુ 10 જેટલો નર્સિંગ સ્ટાફનો કોરોનાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે હોસ્પિટલ સ્ટાફના કુલ 54 લોકો સંક્રમિત થયાં છે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફના વધુ બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલ સ્ટાફનાં કુલ 26 લોકો પોઝિટિવ આવ્યાં છે. પોઝિટિવ આવેલાં હોસ્પિટલ સ્ટાફની હાલત હાલમાં સ્થિર છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને કોરોનાને લઈ વધુ તકેદારી રાખવા અને ગાઈડ લાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત આઇઆઇએમમાં 115 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 34 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે કેમ્પસમાં  કરવામાં આવેલા 7 કોરોના ટેસ્ટમાં 4 લોકો પોઝિટિવ આવ્યા હતા. કેમ્પસમાં હાલમાં 49 વિદ્યાર્થીઓ અને 4 ફેકલ્ટી કોરોના પોઝિટિવી છે. જ્યારે આઇઆઇએમ કેમ્પસમાં 9 અને કેમ્પસ બહાર 5 કર્મચારી અને વિદ્યાર્થીઓ છે.  કોરોના સામે વધુ તકેદારી રાખવા આરોગ્ય વિભાગે આઈઆઈએમના સત્તાધિશોને અપીલ કરી છે.