Site icon Revoi.in

સુરતમાં VHPએ કર્યું મહાયજ્ઞઃ લોકોને કોરોના મહામારીમાંથી છુટકારો મળે તેવી કરી પ્રાર્થના

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશને કોરોનાએ ભરડો લીધો છે અને હજારોની સંખ્યામાં દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારીમાંથી છુટકારો મેળવવા માટે જનતા પણ ભગવાનને પ્રાર્થના કરી રહી છે. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ કોવિડની મહામારીમાંથી લોકોને બહાર ઉગારવા પરમકૃપાળુ પરમાત્મા અને માતાજીને પ્રાર્થના કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કોવિડના કેસમાં વધારો થતા આંશિક લોકડાઉન અને કર્ફ્યુ સહિતના નિયંત્રણો દેશના વિવિધ રાજ્યોમાં લાદવામાં આવ્યાં છે. તેમજ સંક્રમણ અટકાવવા જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓએ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ થકી અને માતાજીના આશીર્વાદ થકી દર્દીઓને એક અલગ વાતાવરણ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ કોવિડની મહામારીમાંથી લોકોને બહાર ઉગારવા પરમકૃપાળુ પરમાત્મા અને માતાજીને કામના કરવામાં આવી હતી. મહાયજ્ઞ દરમિયાન સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરતમાં લોકો અને કોરોનાના દર્દીઓની પરિસ્થિતિમાં સુધારો થાય તેવા શુભ આક્ષયથી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા સરકાર દ્વારા હોસ્પિટલોમાં બેડની સુવિધા વધારી છે. આ ઉપરાંત દર્દીઓની યોગ્ય સારવાર માટે સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.