Site icon Revoi.in

ગુજરાતમાં RTEના પહેલા રાઉન્ડમાં 71,396 બેઠકોમાંથી 64,463 બાળકોને પ્રવેશ અપાયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આરટીઈ એટલે કે રાઈટ ટૂ એજ્યુકેશન કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકોને પ્રવેશ આપવાનો પ્રથમ રાઉન્ડ યોજાઈ ગયો. જેમાં અનેક બાળકોને સારી ગણાતી જાણીતી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આરટીઈના પ્રથમ રાઉન્ડમાં 71396 બેઠકોમાંથી 64,463 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મજબ રાજ્યમાં ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળામાં સારું શિક્ષણ મળે તે માટે રાઈટ ટુ એજ્યુકેશનની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જો કે આ વખતે RTE હેઠળ પ્રવેશ મેળવવામાં વાલીઓનો વધારે ધસારો જોવા મળ્યો હતો. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં ધો.1માં પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયામાં આજે પ્રથમ રાઉન્ડના પ્રવેશની ફાળવણી કરવામા આવી છે. જેમાં 71396 જગ્યાઓમાંથી 64463 બાળકોને પ્રવેશ આપવામા આવ્યો છે. જ્યારે 6933 બેઠકો ખાલી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022-23ના આરટીઈ પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડની સીટ એલોટમેન્ટ કરવામા આવ્યુ હતું. વાલીઓએ 5મી સુધીમાં ફાળવાયેલી શાળાઓમાં રૂબરૂ જઈને બાળકનો પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે. આ વર્ષે 25 ટકા બેઠકો મુજબ રાજ્યની 9955 સ્કૂલોમાં 71396 બેઠકો ઉપલબ્ધ થઈ છે. જેની સામે પ્રથમ રાઉન્ડમાં 64463 બાળકોને પ્રવેશ મળી શક્યો છે.જ્યારે 6933 બેઠકો પસંદગીના અભાવે ખાલી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વર્ષે પ્રથમવાર રેકોર્ડબ્રેક 176405 પ્રવેશ અરજી માન્ય થઈ છે. જ્યારે 16629 અરજીઓ અમાન્ય થઈ હતી.જે બાળકોને પ્રવેશ મળ્યો છે તેમના વાલીઓએ 5મી સુધીમાં સ્કૂલે રૂબરૂ જઈને બાળકનો પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે. 5મી મે બાદ ખાલી રહેનારી બેઠકો માટે બીજો ઓનલાઈન રાઉન્ડ કરવામા આવશે. જેમાં વાલીને ફરીથી સ્કૂલ પસંદગીની તક મળશે.