Site icon Revoi.in

તમારા આહારમાં ઠંડીની ઋતુમાં સવાર સાંજ ગોળનો કરો સમાવેશ ,આરોગ્ય માટે છે ગુણકારી

Social Share

 

સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ગરમ વસ્તુઓનું સેવન ખાસ કરીને લોકો કરતા હોય છે, એમ જોવા જઈએ તો શિયાળામાં બનતા દરેક પાકમાં ગોળ ઉમેરવામાં આવે જ છે,ગોળ વગરનો પાક નકામો અમ કહેવાય છે કારણ કે કોઈ પણ પાક ભારે હોય છે તેને પચાવવા માટે ગોળની ભૂમિકા મહત્વની હોય છે.

શિયાળામાં ખવાતી સુખડી હોય શીરો હોય કે પછી ચીકી પાક હોય તમામ વસ્તુઓ ગોળની હાજરી ખુબ જ જરુરી છે, ગોળ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે,અને ઠંડીની ઋતુમાં ગોળ ખાવાથી ગરમાટો મળે છે,શરીરમાં તાજગી જળવાઈ રહે છે.

જાણો ગોળ ખાવાના ફાયદાઓ

ગોળ કુદરતી પોષકતત્વોથી ભરપૂર હોય છે.સ્વાદિની સાથે સાથે તેના આરોગ્ય વિષયક ફાયદા પણ છે.ગોળ મેટાબોલિઝમને સુધારે છે

ગોળ ખાવાથી શરીરમાં એનર્જી અથવા શક્તિનો સંચાર થાય છે,ગોળના ઉપયોગથી ચિંતા, માથાનો દુખાવો, પાચનની સમસ્યા અને થાક લાગવાની સમસ્યામાં રાહત મળે છે.

કોઈ પણ મીઠાઈ અથવા ઠંડીના પાક પચવામાં ભારે હોય છે, ગોળ નાખવાથી તે પાચન દલ્દી થાય છે,ગોળ શાક કરીને બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે.સુગરના દર્દીઓ ગોળનો ઉપયોગ વધુ કરતા હોય છે,કારણ કે તેનાથી એટલું નુકશાન થતુ નથી

ડાયાબિટીસના દર્દીઓપોતાની ચ્હામાં નહીવત પ્રમાણમાં ગોળનો ઉપયોગ કરી શકે છે,ગોળમાં ભરપૂર માત્રામાં આયરન મળી આવે છે.ગોળ તમારા શરીરમાં રહેલી આયરનની અછત પુરી કરશે.જો તમે એનિમિયાના રોગથી પીડિત છો, તો ડોક્ટર પણ તમને ગોળ ખાવાની સલાહ જરૂર આપે છે.