Site icon Revoi.in

ભારતઃ મોબાઈલ વપરાશકારોને 5G પ્લાન 4G કરતા 10 ગણો મોંઘો પડશે !

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં મોબાઈલ વપરાશકારોને 5જી સેવા ઉપલબ્ધ થશે. જો કે, 5જી સેવા 4જી કરતા 10 ગણો વધારે મોંઘો હોવાનું મનાઈ રહ્યું છે. દેશમાં 5જી સ્પેટ્રમની હજારીની તૈયારીઓ ચાલી રહી છે. દેશની જાણીતી કંપનીઓએ હરાજીમાં ભાગ લઈ રહી છે.

ભારતમાં 5G મોબાઈલ નેટવર્ક આ વર્ષથી શરૂ થઈ શકે છે. મોબાઈલ કંપનીઓએ 5G સ્પેક્ટ્રમની હરાજી માટે તૈયારી કરી રહ્યા છે. દરમિયાન, એક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગ્રાહકોને 5G સેવા માટે વધુ ચૂકવણી કરવી પડી શકે છે. વિશ્લેષકોના મતે મોબાઈલ કંપનીઓ શરૂઆતમાં 5G ડેટા પ્લાન માટે વધુ ચાર્જ લેશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, નિષ્ણાતોએ સંકેત આપ્યો છે કે શરૂઆતમાં 5G પ્લાન 4G કરતા 10 થી 12 ટકા મોંઘા હોઈ શકે છે. ઊંચા ભાવને કારણે ટેલિકોમ કંપનીઓમાં વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU)માં વૃદ્ધિની નવી લહેર સર્જાશે.

એક વિશ્લેષકે જણાવ્યું હતું કે 4G કરતા 10 ગણા વધારે 5G સ્પીડનો ઉદ્દેશ મિડ-રેન્જ અને પ્રીમિયમ સ્માર્ટફોન વપરાશકર્તાઓને લલચાવવાનો હશે, જેઓ ઊંચી કિંમત ચૂકવવા પણ તૈયાર હશે. 5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈથી શરૂ થશે. આમાં, ઓછામાં ઓછા 4.3 લાખ કરોડ રૂપિયાના કુલ 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમને હરાજી માટે મૂકવામાં આવશે.

(PHOTO-FILE)