Site icon Revoi.in

વેક્સિનનો એક ડોઝ આપવામાં ભારત અમેરિકાથી આગળઃ નીતિ આયોગ

Social Share

દિલ્લી: કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશન પ્રક્રિયા ચાલી રહી છે. આ બાબતે હવે સરકારે વધુ એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે જેમાં ભારતે વિશ્વના તમામ દેશોને પાછળ રાખી દીધા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે આવનારા દિવસોમાં વેક્સીનેશન અભિયાનમાં વધારો કરાશે.

નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે દેશમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોની 43 ટકા વસ્તીને કોરોનાની વેક્સિન અપાઇ છે. આ સાથે 45 વર્ષથી ઉપરના લગભગ 37 ટકા લોકોનું રસીકરણ શક્ય બન્યું છે. તેઓએ કહ્યું કે ભારતમાં કોરોના વેક્સિનનો એક ડોઝ લગાવનારાની સંખ્યા 17.2 કરોડની થઈ છે જ્યારે અમેરિકામાં આ સંખ્યા 16.9 કરોડની થઈ છે.

જો કે આ બાબતે અધિકારનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર વૈશ્વિક આંકડાની સરખામણીએ ઘટી છે. ભારતમાં 10 લાખની વસ્તી પર કોરોનાના 20519 કેસ છે. વિશ્વની સરેરાશ હજુ પણ તે 22181થી વધારે છે. કોરોનાને રોકવા વેક્સિનના કામમાં ઢીલાશ રખાશે તો કેસ ફરી એક વાર વધી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. 7મેના રોજ સંક્રમણ સૌથી વધારે હતું પરંતુ હવે કેસમાં લગભગ 68 ટકાનો ઘટાડો આવ્યો છે. 10મેના રોજ કોરોનાના દર્દીની સંખ્યા પીક પર હતી. હવે તેમાં ઘટાડો થયો છે. દેશના 377 જિલ્લામાં કોરોના સંક્રમણ 5 ટકાથી પણ ઓછું છે.