Site icon Revoi.in

ભારત લોકો માટે વધુ ‘ઇઝ ઓફ લિવિંગ’ માટે ટેકનોલોજીને ખૂબ મહત્વ આપે છે : પીએમ

Social Share

નવી દિલ્હીઃ ભારત હાલ ટેકનોલોજીને લઈ દુનિયાના ટોપના દેશોમાં સ્થાન ધરાવે છે. એટલું જ નહીં યુવાનો ટેકનોલોજીનો વધારેને વધારે ઉપયોગ કરી રહ્યાં છે. દરમિયાન એઈમ્સ ઋષિકેશ દ્વારા 2 કિલો દવાઓને ડ્રોન મારફતે 40 કિમી દૂર પહોંચાડવામાં આવી હતી. ડ્રોનની આ ટ્રાયલ રનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત લોકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ને આગળ વધારવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવાને ખૂબ મહત્વ આપે છે. તેઓ એઈમ્સ ઋષિકેશ દ્વારા 2 કિલો ટીબી દવાઓના લોડને 30 મિનિટમાં 40 કિમીના એઈમ્સ ઋષિકેશથી જિલ્લા હોસ્પિટલ, ટિહરી ગઢવાલ સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનની ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો.