Site icon Revoi.in

ભારતઃ IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને કેન્દ્રની મંજૂરી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે IT હાર્ડવેર માટે ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ 2.0ને મંજૂરી આપી જેનો બજેટરી ખર્ચ રૂ. 17,000 કરોડ છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં છેલ્લા 8 વર્ષમાં 17% CAGR સાથે સતત વૃદ્ધિ જોવા મળી છે. આ વર્ષે તેણે ઉત્પાદનમાં મુખ્ય માપદંડ પાર કર્યો છે (105 બિલિયન યુએસડી આશરે રૂ. 9 લાખ કરોડ)

ભારત મોબાઈલ ફોનનું વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક બન્યું છે. મોબાઈલ ફોનની નિકાસ આ વર્ષે 11 અબજ USD (લગભગ રૂ. 90 હજાર કરોડ)નો મોટો સીમાચિહ્ન પાર કરી ગઈ છે. વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ ભારતમાં આવી રહી છે અને ભારત એક મોટા ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન દેશ તરીકે ઉભરી રહ્યું છે.

મોબાઈલ ફોન માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (PLI)ની સફળતાના આધારે કેન્દ્રીય કેબિનેટે આજે આઈટી હાર્ડવેર માટે PLI સ્કીમ 2.0ને મંજૂરી આપી છે. IT હાર્ડવેર માટે PLI સ્કીમ 2.0 લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પીસી, સર્વર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ઉપકરણોને આવરી લે છે. આ યોજનાનો અંદાજપત્રીય ખર્ચ રૂ. 17,000 કરોડ છે, આ યોજનાનો કાર્યકાળ 6 વર્ષનો છે. અપેક્ષિત વધારાનું ઉત્પાદન રૂ. 3.35 લાખ કરોડ છે. તેમજ અપેક્ષિત વધારાનું રોકાણ રૂ. 2,430 કરોડ છે. જ્યારે અપેક્ષિત વધારાની સીધી રોજગાર 75,000 છે

ભારત તમામ વૈશ્વિક કંપનીઓ માટે વિશ્વસનીય સપ્લાય ચેઈન પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે. મોટી IT હાર્ડવેર કંપનીઓએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવામાં ઊંડો રસ દાખવ્યો છે. દેશમાં સારી માંગ ધરાવતા મજબૂત IT સેવાઓ ઉદ્યોગ દ્વારા આને વધુ સમર્થન મળે છે. મોટાભાગની મોટી કંપનીઓ ભારતમાં સ્થિત સુવિધામાંથી સ્થાનિક બજારોને ભારતમાં સપ્લાય કરવા તેમજ ભારતને નિકાસ હબ બનાવવા માંગે છે.

Exit mobile version