Site icon Revoi.in

ભારતે આતંકીઓના આકા હાફિઝ સઈદની માંગણી કરતા પાકિસ્તાને ફરી આલોપ્યો કાશ્મીરનો રાગ

Social Share

નવી દિલ્હીઃ ભારત સરકારે આતંકીઓના આકા અને આતંકવાદી સંગઠન લશ્કર એ તૌયબાના વડા હાઈઝ સઈદના પ્રત્યાર્પણની માંગણી કરતા ફરી એકવાર પાકિસ્તાને કાશ્મીરનો રાગ આલોપ્યો છે. તેમજ કાશ્મીર મુદ્દે ભારત સામે ફરી એકવાર ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મુમતાઝ જહરા બલુચએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધ સામાન્ય બનવાની શકયતા નથી. ભારત જ્યાં સુધી કાશ્મીરને લઈને વાત ના કરે તે બંને દેશ વચ્ચે સંબંધ સુધરવાની શકયતાઓ ઓછી છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે, ભારતની સેના કાશ્મીરમાં રહેનારા લોકો અત્યાચાર ગુજારે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મુમતાઝ જહરા બલુચે હાફિઝ સઈદ વિશે બોલવાનું ટાળ્યું હતું. તેમણે ભારત ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભારતની સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બિલકુલ ખોટો છે. આ મુદ્દે અમે યુએનમાં અવાજ ઉઠાવીશું. આ ઉપરાંત આઈઓસીમાં પણ આ અંગે લેખિત પત્ર મોકલ્યો છે. જેમાં આર્ટીકલ 370ના મુદ્દા ઉપર ધ્યાન આપવા માટે વાત કરવામાં આવી છે. અમે લખ્યું છે કે, ભારતની સુપ્રીમ કોર્ટે આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. આ અંગે તમામ મુસ્લિમ દેશોએ વિચાર કરવાની જરુર છે કે, ભારત કેવી રીતે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.  

ભારત સરકારે સત્તાવાર રીતે પાકિસ્તાન પાસે હાફિઝ સઈદની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. હાફિઝ સઈદ પુલવામા હુમલા સહિત અનેક આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. એટલું જ નહીં હાફિઝને આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આતંકવાદી જાહેર કર્યો છે.