Site icon Revoi.in

ભારત પ્રવાસને દ્વિપક્ષીય સંદર્ભમાં જોતા નથી: બિલાવલ ભુટ્ટો

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ કહ્યું છે કે, ભારતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલની બેઠકમાં તેમની ભાગીદારી ચાર્ટર પ્રત્યે ઈસ્લામાબાદની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતમાં આગામી દિવસોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલની બેઠક યોજાશે. ગોવામાં યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આ બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવે છે કે કેમ તેને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.

પાકિસ્તાનની ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (Pemra) એ શુક્રવારે દેશભરના સ્થાનિક કેબલ ટીવી ઓપરેટરોને ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તેઓ આદેશનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. PEMRAએ એમ પણ કહ્યું કે ભૂતકાળમાં ઘણા કેબલ ઓપરેટરોએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કર્યું ન હતું. પાકિસ્તાને ભૂતકાળમાં પણ ઘણી વખત ભારતીય ફિલ્મો અને ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક સંકટમાંથી પસાર થતું પાકિસ્તાન હાલ દુનિયાના વિવિધ દેશો પાસેથી મદદ માંગી રહી છે પરંતુ દુનિયાના કોઈ દેશ મદદ કરવા માટે આગળ આવતું નથી. બીજી તરફ બિલાવલ ભુટ્ટોએ યુએન સહિતના વિવિધ મંચ ઉપર કાશ્મીર અંગે રોદડા રોવાનું ચાલું રાખ્યું છે, એટલું જ નહીં અગાઉ એક મંચ ઉપર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ અંગે અયોગ્ય નિવેદન આપ્યું હતું.