Site icon Revoi.in

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબોઃ મેડલ લિસ્ટમાં ભારત સાતમાં ક્રમે

Social Share

નવી દિલ્હીઃ બર્મિધમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 18 મેડલ જીત્યાં છે. 5 સ્વર્ણ, 6 સિલ્વર અને સાત બોન્ઝ મેડલ ભારત જીતી ચુક્યું છે. ભારતે સૌથી વધારે મેડલ વેઈટલિફ્ટીંગમાં જીત્યાં છે. વેઈટલિફ્ટીંગમાં ભારતે 10 જેટલા મેડલ જીત્યાં છે. હાલ કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારત હાલ સાતમાં ક્રમે છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ વેટલિફ્ટીંગમાં સંકેત સાગરે અપાવ્યો હતો. સંકેત સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત ગુરુરાજ પુરાજીએ બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે ઓલિમ્પિકમાં મેડલ જીતીને ભારતનું નામ રોશન કરનાર મીરાબાઈ ચાનુએ ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. વેઈટલિફ્ટીંગમાં બિંદિયારાની દેવીએ સિલ્વર, જેરેમી લાલરિનુંગાએ ગોલ્ડ, અચિંતા શિઉલીએ ગોલ્ડ, ઝૂડોમાં સુશીલા દેવીએ સિલ્વર,  ઝૂડોમાં વિજયકુમાર યાદવે બ્રોન્ઝ, વેટલિફ્ટીંગમાં હરજિંદર કૌરએ બ્રોન્ઝ, ભારતની લોન બોલ્સ ટીમે ગોલ્ડ,  પુરુષ ટેબલ ટેનિક ટીમે ગોલ્ડ, વેટલિફ્ટીંગમાં વિકાસ ઠાકુરે સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતની મિક્સ્ડ બેડમિન્ટન ચીમે સિલ્વર, વેટલિફ્ટીંગમાં સૌરવ ઘોષાલે બ્રોન્ઝ, ઝૂડોમાં તુલિકા માનએ સિલ્વર, વેટલ્ફટીંગમાં ગુરદીપ સિંહએ બ્રોન્ઝ તથા હાઈ જમ્પમાં તેજસ્વિન શંકરએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 18 મેડલ જીત્યાં હતા.

ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં સુંદર પ્રદર્શન કરી રહ્યાં હોવાથી હજુ મેડલની સંખ્યામાં વધારો થશે. પીએમ મોદી સહિતના મહાનુભાવોએ તમામ મેડલ વિજેતાઓને અભિનંદન પણ પાઠવ્યાં હતા. કોમનવેલ્થ ગેમ્સમાં હાલ પાંચ મેડલ સાથે ભારત સાતમાં ક્રમે છે.