Site icon Revoi.in

પાકિસ્તાન જેવા અસફળ દેશ પાસેથી આપણે સબક લેવાની જરૂર નથીઃ UNHRCમાં ભારતનો પાક.ને જવાબ

Social Share

દિલ્હીઃ કાશ્મીર મામલે વારંવાર પીછેહઠ કરનારુ પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ લેવા તૈયાર નથી. તેમજ જ્યારે પણ ચાન્સ મળે ત્યારે કાશ્મીરના નામે રડવાનું શરૂ કરી દે છે. જો કે, આતંકના આકા એવા પાકિસ્તાનને ફરી એકવાર ભારતે જોરદાર જવાબ આપતા કહ્યું છે કે, પાકિસ્તાન જેવા અસફળ દેશથી આપણે સબક કેવાની જરૂર નથી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિસદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા ઉપર પાકિસ્તાન અને ઈસ્લામિક સહયોગ સંગઠનની ટીકા કરતા કહ્યું કે, ઈસ્લામિક સહયોગ સંગઠન ચાલાર થઈને ખુદની ઉપર પાકિસ્તાનને હાવી જવા દીધું છે.

યુએનએચઆરસીના 48માં સત્રમાં ભારતે કહ્યું કે, પાકિસ્તાનને વૈશ્વિક સ્તર ઉપર એવો દેશ જાહેર થયો છે જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરેલા આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને સરકારી નીતિ હેઠળ ખુલીને સમર્થન કરે છે. એટલું જ નહીં તાલીમ, નાણા અને હથિયાર પણ પુરા પાડે છે. જિનીવામાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવન વાધે ભારત તરફથી આ કહ્યું હતું. તેમણે પાકિસ્તાન અને ઓઆઈસી દ્વારા કાશ્મીર પર કરેલી ટીપ્પણી ઉપર જવાબ આપવાના ભારતના અધિકારનો ઉપયોગ કરીને કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન જેવા નિષ્ફળ દેશ પાસેથી સબક શિખવાની જરૂર નથી. જે આતંકવાદનું કેન્દ્ર હોવાની સાથે માનવ અધિકારીઓનું ઉલ્લંઘન કરે છે. ભારત સામે જુઠ ફેલાવવા માટે યુએનએચઆરસીના મંચના દુરઉપયોગ કરવાની પાકિસ્તાનને આદત પડી ગઈ છે.

ભારતે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાને આ મંચનો ઊપયોગ ભારત વિરુઘ્ધ દુર્ભાવના ફેલાવવા માટે કર્યો છે.પાકિસ્તાન પોતાના લઘુમતીઓની સુરક્ષા કરવામાં અસફળ રહ્યું છે માટે તેને ભારતને ઊપદેશ દેવાનો કોઈ અધિકાર નથી તેમ ભારતે જણાવ્યું હતું તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટેનિયો ગુટરેસે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તાલીબાન સરકાર સાથે મધ્યસ્થી કરવાની પોતાની ક્ષમતાને ઘણી મર્યાદિત ગણાવી છે.

એન્ટેનિયો ગુટરેસે કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસોની અપેક્ષા રાખવી નિરાધાર છે કારણ કે ત્યાં હજુ પણ આંતરરાષ્ટ્રીય સંગઠનોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે.તેમણે વિશ્વના તમામ દેશોના પ્રયાસોથી જ અફઘાનિસ્તાનની વિકટ સ્થિતિનું સમાધાન થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.